STORYMIRROR

Jignesh christi

Others

4  

Jignesh christi

Others

અબોલા મને સતાવે છે

અબોલા મને સતાવે છે

1 min
228

અબોલા જોને તારા મારુ કેવું દિલ દુખાવે છે 

ન દિવસે ચેન આવે કે ન રાતે નીંદ આવે છે,


સમય મારા જ માટે જો નથી મળતો હવે એને,

નહીં તો એ બધા સાથે સમય પૂરો વીતાવે છે,


બધાની સાથ વર્તે પ્રેમથી વાંધો જ મારો છે

ખબર કંઈ નથી પડતી મને શાને સતાવે છે ?

 

ખુદા તું પણ હવે એવો જ નીકળ્યો છે પથ્થરદિલ 

અપાવી યાદ ને એની મને કેવો રડાવે છે,


હવે માની જશે એ આશ છે આખરી "સંગત"

હદે છેલ્લી તને બે હાથ જોડીને મનાવે છે.


Rate this content
Log in