STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Others

3  

PADHARIYA DINESHKUMAR

Others

આવ્યો મેહુલિયો

આવ્યો મેહુલિયો

1 min
158

આવ્યો મેહુલિયો..આવ્યો મેહુલિયો

ઘનઘોર વાદળને, ઘનઘોર વાતાવરણ,


વાદળનો ગડગડાટ, વીજળીના ચમકારા

મેઘધનુષનાં રંગો દેખાયા આ આભમાં,


મોરલા એ કર્યા ટહુકાને, કર્યા છે ગહેકા

આવ્યો મેહુલિયો..આવ્યો મેહુલિયો,


પવનના સૂસવાટા,ઝાડ લાગ્યા ડોલવા

ધરતી કરે પોકાર,આવ રે મેહુલિયા,

આવ્યો મેહુલિયો..આવ્યો મેહુલિયો,


વાદળ પણ આવ્યાં પાણી ભરીને

વરસી પડ્યા મન મૂકીને મૂશળધાર,


સોડમ મહેકી ઊઠી ભીની માટીની

આવ્યો મેહુલિયો..આવ્યો મેહુલિયો,


વરસાદથી ઝાડ બન્યાં લીલાછમ

લાગે પહેર્યા લીલા લીલા નવાં કપડાં,


જગતનો તાત આજે નાચે તાતા થૈ

વરસાદ વરસ્યો છે આજ મુશળધાર

આવ્યો મેહુલિયો..આવ્યો મેહુલિયો.


Rate this content
Log in