Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

આસ્વાદ

આસ્વાદ

1 min
285


પ્રેમમાં હતો જે એક અપવાદ હવે એ પણ ગયો,

ને અંતે દર્દ થકી મળતો મધુર આસ્વાદ પણ ગયો !


સૂકાં વૃક્ષની જેમ ઉભો છું એકલો હું વગડા વચ્ચે,

પાનખરમાં સંભળાતા પગરવનો નાદ પણ ગયો !


શબ્દોના સથવારે સૂર સ્નેહના બન્યા હતા શરણાઈ,

હવે બંધ નયનો થકી અનુભવાતો અંતર્નાદ પણ ગયો !


એકાંતના અરણ્યે વિરહના ફૂલ ને ઝખ્મોની મહેક,

હવે અંતરમાં ઉભરતો આલ્હાદક ઉન્માદ પણ ગયો !


અંતર્નાદના ઉન્માદનો આ આલ્હાદક "પરમ" અનુભવ,

ને ધડકનોમા સંભળાતો એનો "પાગલ" સાદ પણ ગયો !



Rate this content
Log in