આઈસક્રીમનું ગીત
આઈસક્રીમનું ગીત
1 min
12.2K
માર્ચ આવ્યો, એપ્રિલ આવ્યો
ગરમીબેનનું વધ્યુ જોર
ઠંડા ઠંડા પીણાની વધી માંગ
ગરમી પડી છે ચારેકોર
આઈસક્રીમ કહેતું ગરમીને
મારા વગર ના ચાલે
મારી જરૂર પડે બધાને
સૌ ખાશે હવે મને કાલે
બાળકો તો મને જોઈને
કેવા થઈ જાય રાજી?
બજારમાં કુલ્ફી,ગોળાથી
હું વધારે મારીશ બાજી
બજારમાં વેચાયા આઈસક્રીમ
આઈસક્રીમને આનંદ અપાર
મનમાં મલકાતું, હરખાતુ
લઈ જાવો તમે બે ચાર
કુલ્ફી, રસ, શીખંડ આ જોઈ
મનમાં ને મનમાં ખીજાયા
સૌ આઈસક્રીમને કરે છે પસંદ
આપણાથી કેમ રીસાયા?
