આગ લાગી ગઈ
આગ લાગી ગઈ
1 min
14K
એક આંગળીએ તારો સ્પર્શ કર્યો
ત્યાં તો રૂવે રૂવે આગ લાગી ગઈ
સળગી ઉઠ્યું આખું શરીર ઈર્ષાળુ
ને અંતરમા પણ આગ લાગી ગઈ
આંગળીની ઈર્ષા હથેળીએ કરી
ખેંચી બાહોમાંને આગ લાગી ગઈ
શ્ચાસથી શ્ચાસ અથડાયા પછી
હોઠેથી હોઠોમાં આગ લાગી ગઈ
ક્ષણ એકનો તારો સહવાસ થયો
મારા આખા ભવમાં આગ લાગી ગઈ
