Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

આનું નામ 'પ્રેમ'

આનું નામ 'પ્રેમ'

2 mins
7.1K


જીત અને ઝરણાં કોલેજમાં ચાર વર્ષથી સાથે સાથે હતાં. જીતને પ્રથમ દૃષ્ટિએ પ્રેમ થઈ ગયો હતો. ચંચળ અને ચપળ ઝરણાં સહેલાઈથે પટે તેવી ન હતી. જીતે વિચાર્યું આ ‘આંબા ઉતાવળે’ નહી પાકે. ધિરજ ધરવા તે તૈયાર હતો.

ઝરણાંને બી.કોમ. થઈ એમ.બી.એ કરવું હતું. એકાઉન્ટીંગ એનો મનગમતો વિષય હતો. ભણતરની સાથે કોલેજની જિંદગી પણ જીવવાની તેની તમન્ના હતી. યુનિવર્સિટી ઓફ શિકાગોમાં હોસ્ટેલમાં રહી ભણવાનો અનેરો લહાવો માણી રહી હતી. જીત તેના ઘણા બધા વર્ગમાં સાથે હતો. કોલેજની ટીમમાં બંને જણાં ટેનીસ સાથે રમતાં. ઝરણાં હાઈ સ્કૂલની ચેંપિયન હતી. તેથી તેને સ્પોર્ટસની સ્કોલરશીપ પણ મળી હતી.

જીત સારો ખેલાડી હતો. શિકાગોમાંજ રહેતો તેથી અવારનવાર તેને ઘરે જવાનો મોકો મળતો.

એકવાર શિકાગો ટ્રેઈનમાં ઘરે જતાં તેણે ઝરણાંને કમપાર્ટમેંટમાં  જોઈ. "હાય, આઈ એમ જીત શાહ..." કહીને ઝરણાં સાથે હાથ મિલાવ્યો. "ઓહ, યસ આઈ એમ ઝરણાં શેઠ."

બસ ઓળખાણ થઈ ગઈ. પછી તો ધીરે ધીરે બંને જણાં ક્લાસમાં સાથે બેઠાં હોય, ટેનિસ રમતાં હોય કે કાફેટેરિયામાં જણાય.

જીતને તો પહેલે દિવસથી ઝરણાં દિલમાં ઘર કરી ગઈ હતી. ઝરણાં હતી પણ એવી મોહક કે કોઈને પણ ગમી જાય. સાથે સાથે તેની કપડાંની સ્ટાઈલ, બોલવાની છટા ખૂબ પ્રતિભાશાળી હતાં. ઝરણાં અને જીત નક્કી કરી ચૂક્યા કે સ્ટડી કમપ્લીટ કરીને લગ્ન કરીશું.

અમેરિકામાં રહીને લગ્ન પહેલાં મોજ માણી ચૂકેલાં માત્ર લગ્નનો સ્ટેમ્પ મારવાનું જ બાકી રાખે છે. હવે તો માબાપને પણ તેનો વાંધો નથી. વાંધો હોય તો "થાય તે કરી લો..." એ જવાબ સાંભળવાની તૈયારી રાખવી પડે.

ઝરણાંને સરસ નોકરીની ઓફર  આવી હતી. હવે તો નવી જોબ મળતાં પહેલાં ‘મેડીકલ ટેસ્ટ’ મેનડેટોરી થઈ ગઈ છે. ઝરણાની બધી ટેસ્ટ બરાબર  આવી પણ સાથે 'લુપસ'ના સિમટમ્પ્સ જણાયા.

ઝરણા ઉદાસ થઈ ગઈ. જીતને કઈ રીતે ખબર આપે કે તેને ‘લુપસ’ છે. બતાવ્યા વગર પણ છૂટકો ન હતો. બે ચાર દિવસ પછી પોતાની જાત સંભાળી અને જીતને વાત કરી. જીતતો ખડખડાટ હસવા લાગ્યો. "અરે, ડાર્લિંગ છેલ્લા ચાર દિવસથી આ તારું ઉદાસિનતાનું કારણ હતું?" ઝરણાંએ આંખો ઢાળીને 'હા' કહી.

જીત, "હવે તો મેડિકલ ફિલ્ડ કેટલું બધું એડવાન્સ છે. તારી દવા કરાવીશું. એમાં ચિંતા શું કરે છે." જીતના મમ્મીને ખબર પડી. તેણે જીતને ચેતવ્યો. જીત તેમનો એકનો એક દિકરો હતો. ભવિષ્યમાં બાળક થાય કે પછી ન પણ થાય! કદાચ ખોડખાંપણવાળું પણ અવતરે.

જીતનો એક જ જવાબ હતો આ વાત લગ્ન પછી ખબર પડી હોત તો? તે ઝરણાંને દિલોજાનથી ચાહતો હતો. પ્રેમ જેવી પવિત્ર ભાવનાને શું ‘લુપસ’ અભડાવી શકે ?


Rate this content
Log in