Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Children Stories Comedy Fantasy

4  

Mrugtrushna Tarang

Children Stories Comedy Fantasy

ઊડતી રકાબીમાં હડકંપ

ઊડતી રકાબીમાં હડકંપ

6 mins
227


ઊડતી રકાબીને ધરતીની પરિક્રમા લઈ ફેરફટકો કરવામાં યુગ એક, બે, ત્રણ કે પછી ચાર વીત્યાં હશે. એ દરેક ફેરફટકા વખતે કોઈને કોઈ તો ભૂલથી ભૂલાઈ જ જવાતું. કે પછી, સમયસર પાછા ન ફરવાની સજા ય ભોગવવાનો વારો ય આવ્યા વગર ન રહેતો.

એવી જ એક ઊડતી રકાબીનાં ધરતી પરનાં ફેરફટકા દરમ્યાન એક અજીબોગરીબ ઘટના બની.

જાદુ અને એનો મોટો ભાઈ દાદુ, બંને ઊડતી રકાબીની ભીતરમાં પકડદાવનો ખેલ રમી પોતાનો ટાઈમપાસ કરી રહ્યા હતાં.

ત્યાં, ઊડતી રકાબીમાં પ્રેશર વધી ગયું, અને એનો ઇમરજન્સી દરવાજો આપોઆપ 'ખુલ જા સિમસિમ' કહ્યા પૂર્વે જ ખુલી ગયો.

પકડદાવનો રમતનો અંતિમ ભાગ ખેલાઈ રહ્યો હતો. રમતિયાળ સ્વભાવનાં કારણે દાદુનાં ધક્કે જાદુ એ ઇમરજન્સી દરવાજાની બહાર ફંગોળાયો. એને બચાવવાના ફેરામાં દાદુ પણ બહારની તરફ લટકતો રહી ગયો.

એક તરફનાં વધુ પડતા પ્રેશરને કારણે ઊડતી રકાબી ટીલ્ટ થઈને ઊંધી વળવાની તૈયારીમાં હતી. ત્યાં સૌ એન્જીનિયર્સ મળીને જેમ તેમ કરીને એ વાહન ને બચાવવામાં કામયાબ તો થયાં પણ,

બહાર ગબડી પડેલ જાદુને બચાવવા જતામાં દાદુ પણ ગબડયો અને એ બંનેને ત્યારે તેડી ન શક્યાં અને જાદુ તથા દાદુ બંને રહી ગયાં ધરતી પર બેકલા.

ગબડવાને કારણે કેટલાંક કલાકો જાદુ બેહોશ જ રહ્યો. અને એટલે જ એનાં મોટા ભાઈ થકી પાડવામાં આવેલી એકેય બૂમ એને કાને અથડાવા છતાંય એ ઊઠીને રિસ્પોન્સ ન આપી શક્યો અને પોતાના સમગ્ર કુટુંબ કબીલાથી વિખૂટો પડી ગયો.

ચાર આંખો એકબીજાની સાથે હોવા બાદ પણ સજારૂપે શ્રાવણ ભાદરવો ભીંજવી રહી હતી. અને, ગજબ વાત એ પણ બની કે એમને શાંત પાડનાર એમની આસપાસ એમનું પોતાનું કોઈ નહોતું.

જાદુ કલાકો બાદ ઉઠ્યો ત્યારે પોતાનાં વિશ્વથી વિપરીત વાતાવરણ જોઈ પોતે ભૂલો પડી ગયાનું ભાન થતાં ફરી બેહોશ થઈ ગયો.

પોતાનાં નાનાં ભાઈને વારેઘડીએ બેહોશ થતો જોઈ એનો ત્રીસ મિનિટ મોટો ભાઈ દાદુ બાંવરો થઈ મદદ માટે ગુહાર કરવા લાગ્યો. પણ, કોઈ મદદે ન આવ્યું.

જાદુને ખોળામાં લઈ ચોધાર આંસુએ પોતાનાં ભાઈને નવડાવ્યા બાદ દાદુંને યકાયક કોઈ તુક્કો સૂઝયો. અર્ધ બેહોશીની હાલતમાં તરફડી રહેલા જાદુ માટે સુરક્ષિત જગ્યા શોધવા ગયેલો દાદુ કલાકો સુધી પાછો ફર્યો નહીં એટલે પોતાનાં મોટા ભાઈના વિયોગમાં જાદુ વધુ નબળો પડી ગયો.

જંગલમાં કંઈ કેટલુંય દોડ્યા બાદ પણ કોઈ સુરક્ષિત સ્થળ ન મળતાં નગર તરફની વાટ પકડી લીધા બાદ હવે 'શું કરવું, ક્યાં જવું, કોને પૂછવું'ની ગડમથલમાં ધરતી પરનાં વાસીઓને બીજા ગ્રહ પરનાં દાદુને જોઈ ખૂબ અચરજ થયું.

એમાંય રંગબેરંગી કાતડી ધરાવનાર એ પરજીવી પ્રાણીઓ કે જે બે પગે ચાલતાં ચાલતાં દાદુ તરફ અચરજભરી આંખે જોઈ પોતાનો એક હાથ પહેલાં મ્હોં પર અને પછી પોતાની આંખો પર જડબેસલાક મૂકી 'અ બ બ બ...' જેવું કંઈક બબડતાં અને પોતાનો ચહેરો છુપાવી લેતાં.

દાદુને પોતાનાં તેમજ બીજાનાં રંગઢંગ જોઈ થોડો થોડો અંદાજો તો આવ્યો પણ સમજાયું નહીં કે એમાં ફેરફાર કેવી રીતે કરવો?

ત્યાં ધોબીઘાટ પર રંગબેરંગી કાતડી લટકતી જોઈ દાદુએ એક જોડી ઊંચકી ધાબળા જેવું ધારણ કરી લીધું.

જેનો ધાબળો હતો એ એની પાછળ પાછળ પાગલ બની જે મળે એ હથિયાર લઈ દોડવા લાગ્યો.

પોતાની ઓળખ આપવાનો મોકો મળવાને બદલે કંઈ કેટલાંય દાદુ પાછળ દોડતા જોઈ એ પણ આગળ આગળ દોડવા લાગ્યો. ત્યાં, એ જાદુ પાસે જવાનો જંગલનો રસ્તો ભૂલો પડ્યો.

આ તરફ જાદુ કડકડતી ઠંડીમાં ખોરાક મૅળવવાની લ્હાયમાં આમથીતેમ ભાગવા લાગ્યો.

જંગલમાં ઘણાં જંગલી જાનવરો મળ્યાં પણ, હર એકથી બચતો ફરતો એ નદી કાંઠે પહોંચ્યો. નદી બંને કાંઠા પાર કરી અલમસ્ત બની ઉછળી રહી હતી.

આવું અનેરું દૃશ્ય જોઈ જાદુ ખુશખુશાલ થઈ ગયો. તાળીઓ વગાડી ઝૂમવા લાગ્યો.

નદી કિનારે વસ્ત્રો ધોતી કુંવારિકાઓ જાદુને જોઈ પહેલા તો ગભરાઈ ગઈ. પણ, પછી એને નાના બાળકની જેમ તાળીઓ વગાડતા જોઈ, ચાવી વાળું એક અજાયબ રમકડું સમજી પોતાની સાથે અનાથાશ્રમ લઈ ગઈ.

અનાથાશ્રમમાં સહુ બાળકો આ રમકડું જોઈ ખૂબ ખૂબ ખુશ થઈ નાચવા લાગ્યાં. નાના મોટા સહુ બાળકોને મજા પડી ગઈ.

રાત દિવસ એ રમકડાં સાથે રમવાની લ્હાયમાં કોઈપણ બાળક એકેય વસ્તુઓની જીદ કરવાનું ભૂલવા લાગ્યાં.

સહુ બાળકોનું મનપસંદ રમકડું એટલે કે આ જાદુ હતો.

અહીં, જંગલ જંગલ, નગર નગર, ને ખેતર વાડી ભાગી ભાગીને દાદુ થાક્યો. એની બેટરી ડાઉન થવા લાગી.

પોતાની બેટરી રિચાર્જ કરવા પોતાની કાતડીની ફરતે વીંટાળેલી ટ્રાન્સપરન્ટ ટ્યુબ શોધવામાં પોતાની ફરતે ઓઢાડેલો ધાબળો ઢીલો પડતો પડતો ધરાશાહી થવા લાગ્યો.

અને, એક સમય એવો આવ્યો કે એ ધાબળો નીચે પડ્યો. અને દાદુ પાછળ દોડી રહેલા ટોળેટોળા પોતપોતાની આંખો મીંચી એનાંથી વિરુદ્ધ દિશામાં દૂર દૂર ભાગવા લાગ્યાં.

ધાબળો નીચે પડતા ની સાથે દાદુને પોતાની બેટરી દેખાઈ આવી. બેટરી ચાર્જ કરવા કાજે એ એકાંત જગ્યા શોધવા લાગ્યો.

દરબદર ભટક્યા બાદ એ નદી કાંઠે આવ્યો.

બસ, કમનસીબી એટલી કે થોડીક ક્ષણો પૂર્વે જ કેટલીક સ્ત્રીઓ તથા કુંવારિકાઓ જાદુને પોતાની સાથે અનાથાશ્રમમાં લઈ ગઈ હતી.

મોકળાશ અનુભવતો દાદુ 'નિરા'નાં વૃક્ષ પર જઈ બેઠો. તરસ લાગતાં પાણી પીવાનું વિચાર્યું પણ, એ માટે ફરી નીચે ઉતરવું પડે... ફરી તસ્દી લઈ ઉપર ચઢવાનાં કંટાળાને વશ થઈ 'નિરા'નાં વૃક્ષ પરથી ફળ તોડી તોડીને એકાદ બે લીટર જેટલો નીરો પી લીધા બાદ થોડીક વાર ત્યાં આમ જ આળસુની જેમ પડી રહ્યો.

સંધ્યાકાળે થાકી હારીને નીચે ભૂસકો માર્યો તો એનાં પગ ડગમગવા લાગ્યાં. ક્યાં જવું, શું કરવું, કોને ફરિયાદ કરવી એ બધાં માટે બુઝુર્ગ એલિયનનાં મુખે સાંભળેલી ઘટના યાદ આવી એટલે, પોલીસ સ્ટેશન પહોંચ્યો.

પોલીસ પણ દાદુને બેખયાલીની હાલતમાં જોઈ પાગલ સમજવા લાગી.

એક તો પૃથ્વી નામક ગ્રહ પર સહુની રંગબેરંગી કાતડી જેવી દાદુની કાતડી નહોતી. અને, બીજું, જે પણ પૂછો એનો એકજ જવાબ મળતો -

"મેં નીરો પીકે ધૂત હૂઁ... મેરા જાદુ ખો ગયા હૈ..."

પોલીસ સ્ટેશને પણ લોકોને દાદુની સામે આંખો દબાવી ઝીણી આંખે જોવાની રીતથી કંટાળી દાદુએ ફરી એક નવી કાતડી ધારણ કરી લીધી. જે પહેલાની કાતડીથી એકદમ જ ભિન્ન હતી.

દાદુ પોલીસ સ્ટેશનેથી નીકળી જાદુનાં નામની બૂમો પાડતો આર ટી રોડ પર ભટકી રહ્યો હતો. 

રાત પડતાં અંધારું થયું. રસ્તાઓ સુમસામ થઈ ગયાં. લોકોની અવરજવર ઓછી થતાં થતાં નહિવત થઈ ગઈ.

એક સમય એવો આવ્યો કે ભર રસ્તે કોઈ કરતા કોઈ નહોતું.

દાદુ એકલો એકલો જ જાદુને પોકારતો દોડી રહ્યો હતો.

ચોમેર ન્યુ ઈયરની લાઈટ ઝબુક ઝબુક થઈ રહી હતી.

હર તરફની એ લપકઝપક થતી રોશનાઈ જોઈ દાદુ બરાડી ઉઠ્યો.

અનાથાશ્રમની બહાર મધરાતે કોણ બરાડી રહ્યું છે એ જોવા કેટલાક ચોકીદારો દીવાલ ફાંદી બહાર આવ્યાં.

દીવાલની બીજી તરફ જાદુ પોતાનાં ભાઈનું આક્રંદ સાંભળી કેદમાંથી છૂટવા તલપાપડ થઈ ઊઠ્યો.

પણ, હાઈટ નાની હોવાથી દીવાલ ઓળંગી ન શક્યો અને રડી પડ્યો.

દીવાલની બહારની તરફ દાદુ માથું કૂટતો આક્રંદ કરી રહ્યો હતો

અને,

દીવાલની અંદરની તરફ જાદુ ગળું ફાડી ફાડીને રડવા લાગ્યો.

આખી રાત રડ્યા બાદ સવારે સ્કૂલે જવા અનાથાશ્રમના બાળકો બસ સ્ટેન્ડ પર ઊભાં ઊભાં લોકલ બસની વાટ જોઈ રહ્યા હતાં કે ત્યાં એમની નજરે દાદુ ચઢ્યો.

દાદુ જેવી જ બેટરી જાદુ પાસે પણ જોઈ હોવાથી એ બંને વચ્ચે કોઈ કનેક્શન હશે એમ સમજી દાદુને પણ અનાથાશ્રમમાં લઈ આવ્યાં.

જાદુને નાનાં મોટાં ભૂલકાઓ સાથે રમતો જોઈ દાદુ ઉછળી પડ્યો.

પોતાનો ખોવાયેલો ભાઈ મળતા દાદુ ઉર્ફ પીકે અને જાદુ બંને એકમેકને જોઈ ખુશખુશાલ થઈ ઝૂમવા લાગ્યાં. 

બાળકો સહિતના સહુ દાદુ અને જાદુની વિખુટા પડવાની અને દરબદર ભટકી ભાઈને શોધવાની વાતો સાંભળી ભાવવિભોર થઈ ગયાં.

કેટલાક દિવસ સહુ સુખ શાતામાં રહ્યાં. સહુને મજા પડી ગઈ.

ત્યાં એક દિવસ, જાદુ તથા દાદુને પોતાનો ગ્રહ, પોતાનાં ગ્રહ પરનાં લોકો, સહુ ખૂબ ખૂબ યાદ આવવા લાગ્યાં. યાદ આવતાની સાથે તેઓ ઉદાસ થઈ જતાં. અને ભૂખ્યા તરસ્યા ગૂમસૂમ બેસી રહેતાં.

ઉદાસીનું વાતાવરણ છવાયેલું રહ્યું. કોઈને કંઈ સૂઝકો નહોતો પડી રહ્યો કે આ બંને એલિયન્સને એમનાં ગ્રહ સુધી કેમ કરીને પહોંચતા કરવા!!

ત્યાં નાસામાંથી નવું રોકેટ લોન્ચ કરવાનાં સમાચાર ટીવી પર હાઈ લાઈટ થયાં.

અનાથાશ્રમમાં રહેતાં નવોદિત સાયન્ટિસ્ટ્સે નાસાના ઉપરી અધિકારીઓ સાથે કોન્ટેક્ટ જોડી આખીય ઘટના સ્પષ્ટ કરી.

અને, તેઓ જાદુ તથા દાદુને પોતાની સાથે એમનાં ગ્રહ પર મૂકી આવવાની વાત મંજૂર કરી. સહુ ખૂબ ખુશ હતાં.

પણ, બીજી બાજુ દુઃખી પણ હતાં.

સુખ-દુઃખ જીવનની માળાનાં રૂપેરી મોતીઓ છે... સરકાવ્યા કરીએ તો જ સરકે જાય અને એક પછી એક એમ હસવું - રડવું શીખવી જાય...

એ દિવસ પણ આવી ગયો.

મળસ્કે સાડા ત્રણ વાગ્યે જાદુ અને દાદુએ પૃથ્વી નામક ગ્રહ પરથી વિદાય લીધી. ફરી ક્યારેક સહ પરિવાર અહીં પાછા ફરતાં ફરતાં પિકનિક મનાવવાનાં વાયદા સાથે..!


Rate this content
Log in