Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Leena Vachhrajani

Children Stories

4  

Leena Vachhrajani

Children Stories

દ્રષ્ટિ તેવી સૃષ્ટિ

દ્રષ્ટિ તેવી સૃષ્ટિ

2 mins
205


મિલીની મમ્મી જોર જોરથી લડતી હતી. “જો નેની મિલીના કંપાસની પેન્સિલ છોલવાનું બંધ નહીં કરે તો મિલી નેનીનું રબર તોડી નાખશે.”

નેનીની મમ્મી ઉકળી ગઈ.“અરે તમે તો ગજબ છો. એક તો નેની મિલીને હેલ્પ કરવા જાય અને મિલી ફરિયાદ કરે? એ તો નાનાં છે પણ તમે તો મોટાં છો ને!”

“તો શું થઈ ગયું હેં ! મિલીને જરુર હોય તો કહે પણ અમથી અમથી નેની પેન્સિલ છોલી નાખે એ તો કેમ ચાલે ?”

“નેનીને કોઈ જરુર નથી સમજ્યા ? આ તો બંને બેનપણી છે એટલે એ મદદ કરવા ગઈ.”

અને આમ જ કાયમની જેમ નેની અને મિલીની મમ્મીનો ઝગડો જામતો ગયો. બંનેમાંથી કોઈને નમતું નહોતું જોખવું. નેની અને મિલી પોતાની મમ્મીઓનાં રૌદ્રરુપ જોઈને ડઘાઈ જ ગયાં હતાં. “પણ મમ્મી...” આનાથી આગળ બંને બોલી જ નહોતાં શકતાં.

“આ કાયમની વાત છે. હવે નેની મિલીની સાથે ફ્રેન્ડશીપ નહીં રાખે.”

“હા તે કાંઈ નહીં. મિલીને ઘણીય ફ્રેન્ડ્સ છે જ.”

અને એ બંનેના પડોશી સરલાઆન્ટી બહાર નીકળ્યાં.

“અરે અરે! તમે બંને નાનાં છોકરાંની જેમ શું લડો છો ? એ મિલી અને નેની બંને અહીં આવો તો!”

અને ચારે જણાંને શાંત પાડીને સરલાઆન્ટી બોલ્યાં,“તમે બે મમ્મી અને બે બેનપણી જરા સમજો તો ખરાં ! પંચતંત્રની પેલી વાર્તા એક હાથી અને છ આંધળા સાંભળી છે ?દરેક આંધળો હાથીના જે અંગને સ્પર્શે એને હાથી એવો લાગતો અને પોતાના મતને સાચો ઠરાવવા એ લોકો લડવા માંડ્યા ત્યારે પછી એક ડાહ્યા માણસે સમજાવ્યા કે તમે જે રીતે વાતને જુઓ એ વાત તમને એવી લાગે.

મિલીની મમ્મીને નેની દોષી લાગે અને નેનીની મમ્મીને મિલી ઘમંડી લાગે. બાળકોનાં મનમાં તો તમે જે ઠસાવો એ જ ઘર કરી જાશે.”

અને બંને મમ્મીઓને કાંઈ ખોટું કર્યાની લાગણી થઈ આવી. એ દિવસથી મિલીની પેન્સિલ કાયમ નેની જ છોલે અને નેનીને રબર કાયમ મિલી જ આપે.


Rate this content
Log in