Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

શું પામ્યા?

શું પામ્યા?

3 mins
7.0K


મારા બધા ભાઈ બહેન અમેરિકા આવ્યા હતાં. હું ખૂબ જ સુંદર રીતે મુંબઈમાં રહેતો હતો.

સહુથી નાનો હોવાને નાતે માતા પિતાનું ઘર મને પ્રાપ્ત થયું હતું. સુખ સગવડવાળું હોવાથી જ્યારે ભાઈ બહેનો મુંબઈ આવતાં ત્યારે પ્રેમથી બધા સાથે રહેવાનો  લહાવો માણતાં.

જિંદગીની યાત્રામાં વિરામ સ્થળે સહુનો જવાનો વારો આવે છે. મારાં લગ્ન પહેલાં પિતાજીએ ચિરવિદાય લીધી હતી. હજુ મારી સુહાનીના હાથની મહેંદીનો રંગ ઊતરે તે પહેલાં મમ્મા ટૂંકી માંદગીમાંથી પાછાં ન ઊઠી શક્યાં. આતો પૂર્વ ભૂમિકા છે.

હવે ધડકન પર કાબૂ રાખી મારી અને સુહાનીની આપવીતી સાંભળો.  

સુહાસ, મમ્મા વગર ઘર ખાવા ધાય છે. સુહાની આ કાંઈ આપણા હાથની વાત નથી.

તું પણ તારી પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જા. જિંદગી સરળતાથી વહી રહી હતી. ગયા અઠવાડિયે મોટાભાઈ પરિવાર સાથે આવ્યા હતાં. ખૂબ મઝા કરી. બધા સાથે ‘કેરાલા’ ફરી આવ્યા.

ઘર ભર્યું  ભર્યુ લાગતું હતું. અમેરિકાની વાતો સાંભળવાની સુહાનીને ખૂબ મઝા આવતી. 

ભાભી પણ સુહાનીની સાહ્યબી જોઈ ખુશ થતાં. અમારે ત્યાં પારણું બંધાયુ સુહાની ખુશખુશાલ હતી. ‘મન’ના આગમનથી ઘરનું આંગણું કિલકિલાટથી ભરાઈ ગયું. હજુ તો ‘મન’ વર્ષનો ન થયો ત્યાં ‘મનન’ ના આવવાનાં એંધાણ વરતાયા.

નોકરીને તિલાંજલી આપી સુહાનીએ બાળકો પાછળ સમય વ્યતિત કરવાનું ઉચિત માન્યું. સુહાસ તો સાતમા આસમાને વિહરતો. ભાઈ અને બંને બહેનો જ્યારે અમેરિકાથી આવતાં ત્યારે મન અને મનન માટે ખૂબ ભેટ સોગાદો લાવતાં સુહાની પણ તેમની સરભરા ખૂબ આદરપૂર્વક કરી તેમનાં દિલ જીતતી. 

ભાઈભાભીનાં આગ્રહને માન આપી બંને જણાંએ અમેરિકા ફરવા જવાનું નક્કી કર્યું. હા, બાળકો નાના હતાં પણ તેમને ‘ડીઝનીલેંડ’ બતાવવાની અને મોજ માણવાની ઈચ્છાએ ફરવા આવવાનું નક્કી કર્યું.

મોટોભાઈ તો સુહાસને પરિવાર સાથે જોઈ પાગલ થઈ ગયો. બંને બહેનો પણ મળવા આવી.

અમેરિકાની રહેણીકરણી સુહાનીને ખૂબ ગમી. ભાઈ ડૉક્ટર હતો તેથી દોમ દોમ સાહ્યબી હતી. 

ભાભી ઓફિસ કુશળતાથી સંભાળતી. બાળકો ખૂબ સંસ્કારી હતાં. મન અને મનને તો મઝા પડી ગઈ.

ભાઈએ ખાસ તેમને માટે બેકયાર્ડમાં ‘જંગલ જીમ’ નખાવ્યું હતું. આજુબાજુના જોવા લાયક સ્થળોએ ફર્યાં. સુહાનીને તો શોપિંગ કરવાની મઝા પડી ગઈ. ભાભી અને બાળકો સાથે ‘બોલિંગએલી’માં પણ ખૂબ  આનંદ માણ્યો. મન અને મનન તો મમ્મી અને પપ્પાને ભૂલી મોટાં ભાઈબહેનો સાથે મોજ માણી રહ્યાં હતાં. રોજ રાતના આઇસક્રિમ ખાવાની તેમને ખૂબ મઝા આવતી. 

‘કેલિફોર્નિયા’ ફરવા જવાનું નક્કી થયું. ડિઝનીલેંડની હોટલમાં ઊતર્યા. પહેલે દિવસે ફરીને ખૂબ થાકી ગયાં હતાં. સુહાસ સૂતો હતો. ‘મન’ને સ્વિમિંગમાં જવું હતું. ત્યાં ‘લાઈફ ગાર્ડ’ પણ હતો. સુહાનીએ મનને તેને ભળાવ્યો અને પોતાનો રૂમ નંબર આપી પાછી આવી.

મનનને બ્રેકફાસ્ટ કરાવી ટબમાં નહાવા લઈને ગઈ. ટબમાં પાણી ભરી મનન સાથે ગેલ કરતી હતી ત્યાં દરવાજાનો ખડખડાટ સાંભળી ‘રોબ પાહેરી બહાર આવી. મનન ટબમાં જ હતો. બારણું ખોલતાં લાઈફ ગાર્ડ ‘મન’ને લઈને ઊભો હતો. શું થયું? કહીને ચીસ પાડી ઊઠી. સુહાસ ઊઠીને આવ્યો. ૯૧૧ કરી ડૉક્ટરને બોલાવ્યા. યાદ આવ્યું મનન ટબમાં છે.

નાનું બચ્ચું ટબમાંથી બહાર ન નીકળી શકતાં પાણીમાં ડુબી ગયું. ડોક્ટર આવ્યા ત્યારે બંને બચ્ચાઓને બચાવવા ખૂબ મથામણ કરી.


Rate this content
Log in