Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

રંજ ન હતો

રંજ ન હતો

2 mins
7.5K


ગાડીઓ પૂરપાટ જઈ રહી હતી. અમેરિકાના હાઈવે પર ઝડપ હોય કલાકના ૬૦ માઈલની પણ કોઈ માઈનો લાલ ૭૦થી નીચે ન જતો હોય. જો અરીસામાંથી પાછળ પોલીસની ગાડી દેખાય તો બધાની ઝડપ એકદમ ઘટી જાય. નહી તો ઓછામાં ઓછી ૧૫૦ ડોલરની “ટ્રાફિક ટિકીટ” મળે.

નાતાલની રજાઓ ચાલતી હતી તેથી ધાર્યા કરતાં હાઈવે પર ઓછી ગાડીઓ નજરે પડતી હતી. ઠંડીના દિવસો હોવાથી વાદળો ઘેરાયેલાં હતાં. અમારું કુટુંબ ક્રિસ્ટમસની પાર્ટીમાં જઈ રહ્યું હતું.

શિકાગોમાં હાઈવે પર ઘણી વખત૨૦ માઈલ સુધી એક્ઝીટ ન આવે. જો તમે તમારી એક્ઝીટ ચૂકી ગયા તો ૨૦ માઈલનું ચક્કર લગાવવું પડે.

મારા પતિ એક્ઝીટ લેવા જતા હતા ત્યાં મેં જરાક આગળ એક નાના બાળકને  ઉભેલો જોયો. મેં કહ્યું, હની, જુઓતો કોઈ બાળક હાઈવે પર શું કરે છે. અમારે એક્ઝીટ મીસ કર્યા વગર કોઈ ઈલાજ ન હતો. પણ બાળક જોઈ તેમણે ગાડી આગળ લીધી. બાળકને સાચવી ગાડી ઊભી રાખી તેની પાસે ગઈ.

‘વોટ હેપન્ડ માય સન?’ મેં પુછ્યું. માય મધર હેઝ સમ હેલ્થ પ્રોબ્લેમ...’ મારા પતિ ડોક્ટર હતા. તેમણે બાઈને તપાસી. ૯૧૧ને ફોન કર્યો.

શિકાગોની ઠંડી અને પવનથી ભગવાન બચાવે. એમ્બ્યુલન્સ આવી અને બાઈને લઈ ગઈ. બાળક પાસેથી તેના પિતાનો ફોન નંબર લીધો.

તેના પિતા પાસે ગાડી ન હતી. તેનું એડ્રેસ લઈ અમે બાળકને ત્યાં મૂકી આવ્યા. પિતાને તથા બાળકને માતા પાસે હોસ્પિટલમાં ઉતાર્યા. ગાડી મંગાવવાની સગવડ તેમણે કરી લીધી.

નાતાલની મોજ માણવા ક્રિસ્ટમસ પાર્ટીમાં જવાનો હવે કોઈ અર્થ ન હતો.

આવા સુંદર દિવસે કોઈની મદદમાં આવી શકાયું તેનો અહેસાસ અનેરો હતો. પાર્ટીમાં ન જઈ શકાયું તેનો રતીભાર પણ રંજ ન હતો.


Rate this content
Log in