Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

નાતાલની ભેટ

નાતાલની ભેટ

2 mins
7.3K


જોન નાતાલની રજાઓમાં ઘરે આવ્યો. નાનપણથી નાતલના દિવસો તેને ખૂબ ગમતાં. હવે કોલેજમાં હતો ગાડી  ચલાવતો  અને સુંદર “ગર્લ ફ્રેન્ડ” જુલિયા સાથે હતી. જોનની મમ્મીને પણ જુલિયા ખૂબ ગમતી.

મમ્મી જોન ઘરે આવે ત્યારે પોતાની ગાડી જોનને આપતી. જોન કહેતો, "મમ્મી, કોલેજમાં મને બાઈસિકલથી ચાલે છે. ચાલવાની પણ આદત છે તેથી કોલેજ ગ્રેજ્યુએટ થવાની સુંદર ભેંટ મને મનગમતી ગાડી આપીને મનાવજે."

સ્ટેલાને જોનની સમજદારી પર ગર્વ હતો. તેની નાની બહેન પણ જોનને ખૂબ વહાલી હતી. સ્ટીવની કમાણી આમ તો સારી હતી. પણ બે જુવાન છોકરાંઓના ખર્ચા હતા તેથી જોને ગાડી ન લીધી તે તેને પણ ખૂબ ગમ્યું. જોનને કોલેજમાં સારી નોકરી હતી તેથી મહિનાનો ખિસા ખર્ચ પોતે કમાઈ લેતો. જેની પણ ફેશનના નામે થોડા પૈસા કમાવવા શક્તિમાન થઈ હતી. સ્ટેલા બેંકમાં નોકરી કરતી હતી.

જોન આ વર્ષે ગ્રેજ્યુએટ થવાનો જાણી બધા ખુશ હતા. ઘરે આવ્યો ને બે દિવસ પછી જુલિયા સાથે પિક્ચર અને ડીનર પર નીકળ્યો. રાતના અવતાં મોડું થશે કહીને ગયો હતો.   રાતના બે વાગ્યા અને ફોનની ઘંટડી વાગી.

સ્ટેલા, "હલો કોણ બોલે છે." સામેથી જવાબ આવ્યો ‘હરમન હોસ્પિટલ’ અને જણાવ્યું કે જોન ત્યાં જિંદગી અને મોતની વચ્ચે ઝોલાં ખાતો ખાટલા પર છે. રાતના ગાડીને અકસ્માત નડ્યો હતો. નસીબ સારા જુલિયાનો વાળ પણ વાંકો થયો ન હતો. ડ્રાઈવરને ભયંકર ઇજા પહોંચી હતી.

ડોક્ટરોએ તેના કુટુંબીજનો આવે તે પહેલાં ઓપરેશન કર્યા. અને ‘લાઈફ સપોર્ટ’ પર રાખ્યો.

સ્ટેલા, સ્ટીવ અને જેની જીસસને પ્રાર્થના કરતા હતા. તેમની પાસે બીજો કોઈ ઈલાજ ન હતો.

ડૉક્ટરોએ  તેને ‘બ્રેઈન ડેડ’ જાહેર કર્યો. પાંચ દિવસ થયા આશાનું કોઈ કિરણ નજર સમક્ષ જણાતું ન હતું. નાતાલને હજુ બે દિવસની વાર હતી. બધાં ચર્ચમાં ગયા. ‘સર્વિસ; કરાવી. પ્રાર્થના ચાલુ હતી.

કેમ જાણે ડો. કુકને વિચાર આવ્યો જોનના મગજનું ફરીથી નિરીક્ષણ કરું. તેના દિલમાં આ જુવાન જોધ માટે અનેરી લાગણીનો પ્રવાહ વહેતો હતો. તરત અમલ કર્યો અને તેમને મગજ જીવંત જણાયું. જોનનો લાઈફ સપોર્ટનો પ્લગ ખેંચી લેવાનું મુલતવી રાખ્યું. પાછો ઓપરેશન થિએટરમાં ખસેડ્યો. નાતાલની સવાર હતી. જોન પાછો રૂમમાં આવ્યો. સ્ટેલા અને સ્ટીવ બંને જોનની બાજુમાં ઊભાં હતાં. જીસસે ચમત્કાર કર્યો. જોનના ડાબા પગની આંગળીઓ હાલતી જણાઈ.

ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે શુભ સમાચાર આપ્યા અને આશા જણાઈ.

સ્ટેલા, સ્ટીવ, જેની અને જુલિયા આવી સુંદર નાતાલની ભેટ પામી ખુશખુશાલ થઈ ગયાં. ધિરજ ધરવાની હતી જોન હવે દસેક દિવસમાં સંપૂર્ણ ભાનમાં આવી ધીરેધીરે પાછો હતો તેવો થઈ શકશે એ જાણી જીસસની પ્રાર્થનામાં મગ્ન થઈ ગયાં.


Rate this content
Log in