Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 સવાલ
સવાલ
★★★★★

© Falguni Parikh

Others Inspirational

5 Minutes   7.1K    11


Content Ranking

માનુષ - માધવી બંને સોફટવેર એન્જિનિયર. એક સાથે અભ્યાસ પૂર્ણ થયા બાદ એક ઓફિસમાં નોકરી મળી. કોલેજ કાળથી બંને વચ્ચે પ્રણયના અંકુર ફૂટયા હતા. સાથે સહજીવનના, ભવિષ્યની તમન્નાઓ, પરિવાર પ્રત્યેની ફરજો, આ બધી ઘણી વખત નરીમાન પોઈન્ટનાં દરિયા કિનારે બેસી કરતાં. દરિયા કિનારો માધવીની ખાસ પસંદગીનું સ્થળ છે.

માનુષ - નોકરી મળી ગઈ, આપણે સ્થિર થયાં જિંદગીમાં. આપણા સંબંધ માટે ઘરવાળાઓની સહમતી છે. શુભ મુહૂર્ત જોઈને આપણે લગ્ન કરી લેવા જોઈએ એમ તને નથી લાગતુંમાધવીએ પ્રેમભર્યા સ્વરે માનુષને પૂછયું.

પવનથી તેના વાળની લટો ઉડતી હતી. ડૂબતા સૂરજની લાલિમાનો પ્રકાશ માધવીના ગાલ પર પડતો હતો. જે તેના ગાલને રતુમડા બનાવતો હતો. વાળની લટોને માર્દવતાથી હાથ વડે હટાવતાં માનુષ બોલ્યો, “ડિઅર, જો આ સૂરજની લાલિમાથી તારા ગાલની લાલિમાનું લાલિત્ય મને મદહોશ કરે છે.” એમ કહી માનુષે માધવીના ગાલે એક ભીનું ચુંબન ભરી લીધું!

ઓહો, માનુષ તમે! માધવી શરમાતાં બોલી, હું તમને તમે જવાબ કં જુદો આપો છો? ચાલો ઊઠો ઘરે જવાનું મોડું થાય છે.ખોટો ગુસ્સો કરતાં માધવી બોલી. “ડિઅર ગુસ્સે ન થા, મમ્મી – પપ્પાએ આપણા લગ્નનું મુહૂર્ત કઢાવેલ છે. આજે આ ખુશખબર આપવા માટે તને અહીં લાવ્યો છું. મને ખબર છે તને સમુદ્ર, ડૂબતો સૂરજ, દરિયામાં ઉછળતા મોજાં એ ખૂબ ગમે છે.” “ખરેખર માનુષ! માધવી અધીરાઈથી તેને ભેટતા બોલી. આ હરકત જોઈ માનુષ બોલ્યો, “જોયું મેડમ ગુસ્સો ગાયબ થઈ ગયો ને? આજથી એક મહિના પછી ચાર એપ્રિલે મેડમ આપણે જીવનસાથી બનીશું. તારા મમ્મી પપ્પાને આ ખુશખબર મળી ગયા હશે.

પ્રિયે! સપ્તપદીનું ગઠબંધન એ આપણા સ્નેહનાં ઉપવનની સુંદર રચના બનશે. આપણાં બે દિલનાં પ્રણયની વાત બનશે! મરકમરક સ્મિતનો શૃંગાર સજી વહાલનું ઝરણું હ્રદયમાં વિસ્તારી, પ્રીતનું  પાનેતર ઓઢી સૃજનના નમણા ફૂલો ખીલાવતી તું મારી જિંદગીને મહેકાવવા વરમાળા લઈને આવીશ એ સુખદ ઘડીનું હ્રદયથી સ્વાગત કરીશ તારું. સમજી માય સ્વીટ હાર્ટ!” “ઓહ, માનુષ હું અત્યારથી એના દિવાસ્વપ્નમાં રાચવા લાગી. ખરેખર એ આપણા જીવનની સુખદ પળો હશે!

આવા સ્વપ્નના સાથી એક મહિના પછી 'સપ્તપદીના ગઠબંધને' બંધાયાં. જે સ્વપ્નનાઓ જોયાં હતાં એ પૂરાં થવાની રાત એટલે 'સુહાગરાત' આવી. માનુષ માધવી બંનેના મનમાં સંકોચ હતો. રોજની મુલાકાત એ પ્રણયની છેડછાડ હતી.

આજે જિંદગીની મંઝિલ પર જીવનસાથી બની સહકદમ માંડવાનું પ્રથમ સોપાન પર આવ્યાં હતાં. પૂર્ણરૂપે ખીલેલી ચાંદની એ ચાંદના પ્રેમનું અસ્તિત્વ છે. એ રીતે ઓરડામાં માનુષ માધવીનાં પ્રેમના કિરણો વિખેરાયા! એના મૂક સાક્ષી આભના તારા રૂમની દીવાલ બની રહી.

લગ્નજીવનની શરૂઆત, ઘરની જવાબદારી,નોકરી અને પ્રેમની ક્ષણો, આ બધું એક સાથે સાચવવું થોડું મુશ્કેલ હતું માધવી માટે. માનુષના સાથ સહકાર, પ્રેમથી સરળ બનતું.

માનુષના પપ્પા મમ્મીને ઘરમાં નાના બાળકની કિલકારીની એષણા હતી. એ માટે માનુષ – માધવીને કહેતા, “ઘરમાં એક વારસદાર લાવી દો. એની નિરખી અમારું જીવન ધન્ય બની જાય.

જ્યારે આ વાત ઘરમાં રજૂ થતી એ રાતે માનુષ – માધવીને ખૂબ સતાવતા કહેતો, “મેડમ ચાલો, વારસદાર લાવવાની તૈયારી શરૂ કરીએ! તેની વાતોથી માધવી શરમાતા બોલતી, એ આપણા હાથની કયાં વાત છે? ભગવાનની મરજી, શ.. શ.. શ.. શ.. શ.. માનુષ – માધવીને ચૂપ કરાવી દેતો. પ્રેમના સાગરમાં ડૂબાડી દેતો.

દર વખતના પ્રયાસોથી નિષ્ફળતા મળતા માધવી નિરાશ થતી. માનુષ તેની મનોવેદના સમજતો તેને સાંત્વનાં આપતો. સમય વહેતો ગયો. એ ખુશીથી વંચિત રહયા. ડોકટરોના દવાખાનાની મુલાકાતો, દવાઓ બધું વ્યર્થ ગયું.

ઘોર નિરાશામાં એક આશાનું કિરણ છુપાયેલું છે, એ મુજબ માધવી પ્રેગનેન્ટ થ. પરિવારમાં આનંદ છવાઈ ગયો. બધા આવનાર બાળકની ઉત્સુકતા અનુભવતા હતા. માધવીને સલાહ સૂચનો આપવામાં આવતા ત્યારે એ સાંભળી મીઠી મૂંઝવણ અનુભવતી હતી.

સમયસર ડોકટર પાસે તપાસ કરાવી દવાઓ ચાલુ કરવામાં આવી. ચોથે મહિને પ્રથમ વખત સોનોગ્રાફી કરતાં ખબર પડી; ગર્ભનાં બાળકનો વિકાસ થતો નથી. અટકી ગયો છે. ડોક્ટરે આ વાત કહી ત્યારે માનુષ માધવી નિરાશ થયાં.

માધવી ડરતા ડરતા ડોકટરને પૂછયું, “આ બાળકનો જન્મ થશે ખરો?” ડોકટરે જણાવ્યું, “બાળકનો જન્મ થશે પણ એનો માનસિક વિકાસ થયો નહીંવત હોવાથી ખોડખાંપણવાળું જન્મે કહી શકાય નહી.

ડોકટરની વાત સાંભળી માનુષે નિર્ણય કરતા બોલ્યો, “આવા બાળકને દુનિયામાં લાવીને દુ:ખી કરવાનો એના કરતા? શું  એ હવે શકય છે ડોક્ટર?” ડોકટરે જવાબ આપતા કહ્યું, “હમણાં ચોથો મહિનો શરૂ થયો છે, એક કે બે દિવસમાં એ કરી શકાય પછી જોખમ વધી જાય.

ડોક્ટરની રજા લઈ ઘરે આવ્યા, માધવી નિરાશ થ. ઘરે આવીને મમ્મી પપ્પાને સચ્ચાઈ બતાવી. એમનું મંતવ્ય એજ હતું જે માનુષનું હતું. માધવી પોતાના પ્રથમ સંતાનને ગુમાવવા માંગતી નહોતી. કેમ કે માતૃત્વ એક પરણિત નારીનું પૂર્ણ શ્રૃઁગાર રૂપી કાવ્ય છે! દરેક પરણિત સ્ત્રી ત્યાં સુધી અધૂરી છે, જયાં સુધી એક 'મા' નથી બનતી. જયારે મને આ ખુશી પ્રાપ્ત થઈ છે ત્યારે આ કેવી હાલત ઊભી થઈ છે? એ વિચારોથી થાકી, હારી ખુદને નિંદ્રાને હવાલે કરી. એક અવાજ સંભળાતા સફાળી જાગી.

સ્વપ્નમાં કૂખનું બાળક પોકારી કહેતું હતું, “મમ્મી તું મને કેવી રીતે મારી નખાવીશ? મને કેમ આ દુનિયામાં જન્મ લેવાનો અધિકાર નથી? મમ્મી તને ખબર છે? આટલા વર્ષોમાં કેટલી પરીક્ષાઓ, મુશ્કેલીમાંથી પસાર થઈ આ વખતે હું ગર્ભમાં આવવા માટે સફળ થયો, ગર્ભમાં ફલિત થયો, તમને બધાને જિંદગીની ખુશી આપી! મમ્મી હું તારો અંશ છું! તારી કૂખમાં તારા લોહીમાંસનું પિંડ બની આવ્યો, મારો વિકાસ અટકી ગયો એમાં મારી શું ભૂલ છે? તે કેમ સંમતિ આપી મારો નિકાલ કરવાની? તારે મન મારી આટલી જ કિંમત છે? બોલને મમ્મીમારી આટલી જ કિંમત છે?”

આવા સંવાદથી માધવી વિચલિત થઈ ગઈ. વિચારવા લાગી આ કેવું સ્વપ્ન હતું? પોતાની કૂખ પર હાથ ફેરવતાં તેને અનુભવ્યું અંદરનું બાળક હાંફી રહ્યું હતું. મનોમન વિચારવા લાગી. ગર્ભના બાળકનો સવાલ યર્થાથ છે. તેને જીવવનો હક્ક કેમ નથી?

તેના મનમાં દલીલ ઉત્પન્ન થઈ. આ દુનિયામાં આવશે એ, માનસિક રીતે વિકલાંગ હશે. નોકરી, ઘરની જવાબદારી, આ બધામાં આવનાર બાળકનું ધ્યાન કેવી રીતે રખાશે? એના કરતાં એ આ દુનિયામાં જન્મ ન પામે એ યોગ્ય છે. તેના આ નિર્ણયથી ગર્ભનું બાળક નિસાસો નાંખતા બોલ્યું, “ઠીક છે મમ્મી હવે પછી હું તારી પાસે નહી આવું, તને મારી કોઈ કિંમત નથી એટલે! તારી અધૂરપતા કદી નહી પૂરી કરું. તને હક્ક છે મને આ દુનિયામાં આવતો રોકવાનો.” એમ બોલી બાળક શાંત રહી ગયું. આ સવાલથી માધવી ઘૂંટાતી રહી.

વાર્તા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..