Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Others

3  

Zalak bhatt

Others

શૈલી

શૈલી

3 mins
232


      એક નાના ગામ માં રહેતી અને ત્યાંથી જ પોતાનું ભવિષ્ય બનાવી ને વિશ્વ સુંદરી બનેલી શૈલી એક હાલ ની અભિનેત્રી છે.આજે તેનું ‘ઠાકુર’ મુવી રિલીઝ થવાનું હોવાથી મીડિયા તેના ઇન્ટરવ્યુ માટે સામે ઊભી છે. શૈલી ના બહાર આવતાંની સાથે જ મીડિયા એક્સકયુઝ મી મેમ કરી ને પ્રશ્ન કરવા લાગે છે.શૈલી બધાં ને જુએ છે.સાંભળે છે ને પછી,જે દૂર ઊભી રહી ને શૈલી સામે હાથ માં માઇક લઈને હસતી હોય છે તે છોકરી ને શૈલી બોલાવે છે.બધાં શૈલી ને એક્સકયુઝ કહે છે પણ,શૈલી તે છોકરી ને પ્લીઝ કમ કરીને બોલાવે છે.બધાં ને નવાઈ લાગે છે કે આટલાં બધાં મીડિયા,ન્યૂઝર ને છોડી દઈ ને શૈલી એ આ છોકરી ને કેમ બોલાવી?છોકરી માઇક હાથે લઈ ને શૈલી પાસે જાય છે.ને શૈલી તેને પુછે છે કે ‘ હું તમને ઓળખું છું ! ‘

 છોકરી : હા,મેમ હું તમારી સાથે મેકઅપ રૂમ માં હતી.જ્યારે કે તમે એવોર્ડ સ્પર્ધામાં ભાગ લેવા સ્ટેજ પર જતાં હતાં તે સમયે.મારું નામ ધ્રુવી છે.

શૈલી : ઓહ,ધ્રુવી . . . આવો 

ધ્રુવી આગળ આવે છે અને શૈલી ને પ્રશ્ન કરે છે.

ધ્રુવી : મેમ,આપે આ કક્ષા ની પદવી પામી કેવું ફીલ કરો છો?

શૈલી : ખુબજ ખુશ છું કે મારો જે ધ્યેય હતો ત્યાં હું પહોંચી છું.

ધ્રુવી : મેમ,શરૂઆત માં ઘણાં સવાલ ઊભા થયાં હશે કે ?

શૈલી : ધ્રુવી જેની પાસે દરેક સવાલ નો જવાબ હોય તેને સવાલ ગેમ સમાન લાગે છે.

ધ્રુવી : વાહ,જીવન માં ઉતારવા જેવી વાત કહી આપે તો.

શૈલી : એ તો વિચાર -વિચાર નો ફર્ક છે નહીં તો ઘણાં લોકો આ સ્થિતિ ને અભિમાન પણ કહે છે.(ને જરાં હસે છે)

ધ્રુવી : લવલી સ્માઈલ મેમ,પણ આ રસ્તે ચાલવા માટે તમારા મમ્મી -પપ્પા તમારી સાથે હતાં કે ?

શૈલી : હા,નાના સા ગામ માં હોવા છતાં તેમણે મને ખુબ જ સપોર્ટ કર્યો છે.મમ્મી એ અલગ -અલગ રીતે લેપ બનાવી ને મારી સ્કિન ને પ્રોટેક્ટ કરી ને પપ્પા હંમેશા મને વર્તમાન નું જ્ઞાન આપતાં મમ્મી મને આધ્યાત્મ નું અને મારો ભાઈ બિઝનેસ નું.

ધ્રુવી : વૉવ નાઈસ ફેમિલી,ને જ્યારે આપ વિશ્વ સુંદરી બની ત્યારે શું ફીલ કરતાં હતાં?

શૈલી : ખુદ પર એક નાઝ હતો કે હું મારા રાષ્ટ્ર માટે કંઈ કરવા જઈ રહી છું.જે કોઈ એ ભી મને ત્યાં પહોંચવા માં સપોર્ટ કર્યો હતો ને તે બધાં ની દુઆ ફળી કે હું વિશ્વ સુંદરી બની.

ધ્રુવી : યુ આર ઇમોશનલ, છતાં એક મુવી માં કાર્ય કરી ને કેવું લાગે છે ?

શૈલી : ‘ઠાકુર’ મારી પહેલી ફિલ્મ છે અને તેમાં મને મીરા નો જ રોલ ભજવવા નો હોવાથી મને એક્સન કરું છું એવું ફીલ થયું જ નહીં.રાણા બનેલા કમલજી એ પણ મને એક્શન માં મદદ કરી ને આ પિક્ચર ના ડાયરેકટર થી લઈ ને ચા ની ટ્રે લઈ આવનાર બધાં જ લોકો નો હું આભાર માનું છું જેણે મને પોતાના પરિવાર ની સદસ્ય બનાવી.

ધ્રુવી : શૈલી ને થેન્ક યુ મેમ કહી ને પબ્લિક સામે આવે છે ને કહે છે કે આપણે આજ જોયું કે નવા કાર્ય માં પદાર્પણ કરનાર શૈલી કેટલાં ટેલેન્ટેડ, ભાવુક અને સુંદર તો છે જ.અમે આશા કરીએ છીએ કે અમારા ન્યૂઝ આપને પસંદ આવ્યાં હશે.


Rate this content
Log in