Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Others Crime

3  

Vijay Shah

Others Crime

ચંદુ હજી પણ તેની રાહ જુએ છે –

ચંદુ હજી પણ તેની રાહ જુએ છે –

3 mins
709


અસ્મિતા ભણી રહી. ચાર્ટર એકાઉટંટ તરીકે તેની સફળતા પૂર્વક કારકીર્દી ચાલી રહી હતી. ત્યારે ચારુલ ભટ્ટ તેના જીવનમાં ગરજ્તા મેધની જેમ આવ્યો. અસ્મિતાનાં પપ્પાએ તેની મરજી જાણી તેના કુટૂંબે અસ્મિતાની વાત નાખી. અને ચારુલે તેનો સ્વિકાર કર્યો. મંગળ મુહુર્તે લગ્ન લેવાયા. ચારુલ પક્ષે એકજ મહેમાન અને તે તેની ક્લાસ્મેટ ચારુલતા. બાકી તેનું આખુ કૂટૂંબ બ્રીટનમાં.


લગ્ન થઇ ગયા પછી સુહાગ રાતે ચારુલતા ચારુલ સાથે આવી અને રહસ્ય ખુલ્યુ. તે તો પરણેલો હતો ચારુલતા સાથે અને અસ્મિતાએ ઉપપત્ની તરીકે ચારુલ સાથે રહેવાનું હતું. પતિ વહેંચવાનો હતો. છંછેડાયેલી વાઘણની જેમ અસ્મિતા એ ચારુલને ધીબીજ નાખ્યો.

પણ હવે શું ?ટેક્ષી કરીને રાતે ને રાતે અસ્મિતા તેની મમ્મી પાસે પહોંચી ગઈ. પપ્પા એ દુબઈ વાત કરી ત્યારે ખબર પડીકે ચારુલનો આ પ્રકારનો દુર્વ્યવહાર બીજી બે છોકરી ઓ સાથે પણ હતો. હવે શું ? વિચારતા વિચારતા મમ્મીને હળવો એટેક આવી ગયો.


પપ્પા કહે “સદ્ભાગ્ય માન કે છેતરાતા બચી ગયા…”

મમ્મી કહે “મારી છોકરીનું શું ? હવે તેને કોણ મળશે ?”

પપ્પા કહે ” મારી અસ્મિતાતો મારો દીકરો છે. એક વખત છેતરાયા એટલે કંઇ વારંવાર ઓછા છેતરાયા કરશું ?”

“પપ્પા મારે તો આગળ ભણવું છે.”

”ચાર્ટર એકાઉંટટ તો થઈ ગઈ હવે આગળ ભણવાને બદલે મારા કામ કાજમાં મને સાથ આપ અને માઠા સમયને સમતાથી સહી લે.”

” ભલે પપ્પા તમે કહો તેમ..”


સમય પસાર થઈ રહ્યો હતો. બધી બહેનપણીઓ મમ્મી થવા માંડી તેની આંખોમાં હવે ઉદાસીનતા ભરાવા માંડી હતી. તે દિવસે અચાનક જ આંખ ભરાઈ આવી. મમ્મીને તેણે રડતા રડતા પુછ્યું, ”મારો વાંક શું છે ?”

“તારો વાંક કંઈ નથી.”

”તો પછી મારે માટે સૌ ઉદાસ કેમછો?”

” કોઈ ઉદાસ નથી, પણ ઢંગનો મુરતીયો જેમ ઉંમર વધે તેમ મળવો કઠીન બને છે.”

“મમ્મી આ ઢંગનો મુરતિયો મુંબઈના મહા મહેરામણમાંથી શોધવા હવે ભાગ્યનાં ભરોંસે બેસી રહેવાને બદલે મારે મારા માપદંડોને હળવા કરવા પડશે.”

“તારા પપ્પા સાથે બેસીને વાત કરવી પડશે.”

“પપ્પા કહે લગ્ન મુંબઈમાં જ કરવા જોઇએ એ માપદંડ હળવો કરીએ તો ?”

“તો મારી છોકરી મારી નજર સામેથી હટી જાય” મમ્મીએ ડુસ્કું નાખ્યુ

“છોકરો સારો પૈસો કમાતો હોવો જોઇએ”

“અસ્મિતા તો સારુ કમાય છે. તેની પ્રેક્ટીસમાં. અહીં મુંબઇમાં ચાલે છે.” પપ્પાએ કહ્યું


થોડા મૌન પછી એજ પ્રશ્ન ઉઠ્યો, પણ હવે શું ?

“પપ્પા મને લાગે છે ચારુલનો પડછાયો મને જીવનભર નડશે.”

“ના બેટા એવું ના બોલ.”

“આપણા ફ્લેટને આંગણે ઇસ્ત્રી કરતા ચંદુને મારી પરવા છે. હું સારુ કમાઉ છુ હું તો તેની સાથે પરણી જઈશ.”

“બેટા તું કંઇ બગડી ગયેલ છાસ નથી કે ઉકરડે ઢોળી દેવાની હોય.”

“પપ્પા તમારી ચિંતા હું સમજુ છુ પણ ચારુલની બેવફાઇ કે આપણી મુર્ખતા મને ડંખે છે.”

“તારી સાથે હસી ખુશીથી વાત કરે છે એથી નંદુ યોગ્ય પાત્ર નથી બની જતો. આપણી સમકક્ષ કોઇ પાત્ર શોધવું જોઇએ”.


અસ્મિતા કહે “એ વાત તો હું સમજું છું પણ મને એવું તો ખરું કે જો પાત્ર થોડૂ નબળુ હોય તો સંઘર્ષો ઓછા થાય.”

“પાત્ર સમજુ હોય તો સંઘર્ષ ન થાય. એક વાત સમજ પતિ અને પત્ની વચ્ચે સ્પર્ધા નહીં પુરક તત્વ હોવું જોઇએ. એક મેક્ની

એબ ઢાંકવા સમજ ઉચ્ચ કક્ષાની હોવી જોઇએ”

“પપ્પા મને લાગે છે એવું પાત્રમળતા મને વરસો નીકળી જશે.”

“જો બેટા ધીરજનાં ફળ હંમેશા મીઠા હોય અને તું પેટે સમાઈ સમાઈ તો ઘરમાં નહીં સમાય ?”


તે વાતને વરસો વીતી ગયા. એકલી અસ્મિતા વનમાં પ્રવેશી ગઈ હતી. પપ્પા નથી રહ્યા. મમ્મી નથી રહી. સાચુ કહોંતો ગલુડીયા અને બીલાડા સાથે રહેતી અસ્મિતા ઉબાઈ ગઈ છે. ચંદુ હજી પણ તેની રાહ જુએ છે...


Rate this content
Log in