નાદને આછો ઉઘાડ તું
નાદને આછો ઉઘાડ તું
1 min
14.3K
ભીતર ઉઠેલા નાદને થોડો ઉઘાડ તું,
હર શબ્દ એક બ્રહ્મ છે ધીમે જગાડ તું.
ઉત્સવ સમી છે જિંદગી, ક્ષણને બગાડ નહિ,
હર શ્વાસ છેડી સૂરમાં એને વગાડ તું.
રસ્તો મળે નહીં મને મારા જ ગામનો,
માયાવી શહેર ફરતે છે તે વાડ ઠેક તું.
અંકે કરી લીધી બધી જેણે દીવાનગી,
એવા જ કોઈ એકને ભીતર રમાડ તું.
પ્રસ્તાવ પ્રેમનો મૂકી, તું થોભે તો જરી,
હું ના કહું, ને ત્યાં પછી, ખોટું લગાડ તું.