શિક્ષકની વિદાય
શિક્ષકની વિદાય
1 min
27.5K
હું હતી, શાળા હતી ને ઘંટનો રણકાર પણ,
પણ સમય સરકી જવાના રંજનો રણકાર પણ.
એક સાથે કેટલા પ્રશ્નો હતા તો પણ અહીં,
દેવા સહુના ઉત્તરોમાં, ખંતનો રણકાર પણ.
ફક્ત હાજી હા કરીને તાળીઓ પાડે સહુ પણ,
ના કહીને જ્યાં ઊભા આંતકનો રણકાર પણ.
કોણ કોનું છે અહીં? ને તોય બધ્ધાં આપણાં,
અગ્ર થૈને બોલવામાં, શંખનો રણકાર પણ.
છે હજી તો હીર રેશમમાં લપેટી રાખીને,
તક મળે તો વાપરીશું, સંતનો રણકાર પણ.
