STORYMIRROR

Pragna Vashi

Others

4  

Pragna Vashi

Others

હરિને શું છે ?

હરિને શું છે ?

1 min
27.9K


હરિને શું છે ?હરિને હાથે દોર
એથી વધી ગયો છે તોર!

પતંગ જેવી ઇરછા આપી,
પાંખો લીધી કાપી
સ્હેજ ઉડીને પટકાયા,
જયાં દોર સમૂળી કાચી
ઉડવાનાં સપનાને કયાંથી હવે ઉગશે ભોર?  
હરિને શું છે?

તમે બનાવો, તમે મિટાવો, તમે રમાડો દાવ
તમે જ બાજી, તમે જ સોગઠી,
તમે જ બધે છવાવ હરિ!
અમારી અલ્પતા પર વધુ ન મારો ન્હોર
હરિને શું છે ?

હરિ!ચગાવવાં બંધ કરોને,
છોડો ઢીલ જો થોડી
ઠરીઠામ થઇ રહીએ નિજમાં,
સધળી ભ્રમણાં તોડી
હરિ! અગાશી છોડી ભીતર મારો અહ્લક મ્હોર  
હરિને શું છે ?


विषय का मूल्यांकन करें
लॉग इन