STORYMIRROR

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

હું કમાઈ, પણ રહી નુકસાનમાં..

હું કમાઈ, પણ રહી નુકસાનમાં..

1 min
27.7K


એવી પણ ના હું હતી બેધ્યાનમાં,
બસ સમય વીતી ગયો અભિયાનમાં.

જ્યાં મેં ઝોળી સ્હેજ શું ખુલ્લી મૂકી,
લોક લૂંટે જાણે હું બેભાનમાં.

ભીડ ભારે ને છતાં સહુ એકલાં,
એટલે પાછી ફરી વેરાનમાં.

સાચું કારણ એટલે કહેવાય નહિ,
ભ્રમ મને કે હું હતી સુકાનમાં.

લોક ટોળામાં જીવે છો ને મરે,
હું જીવું બસ એક મારા તાનમાં.

સાવ નરસૈયાની જેવું મારું થયું,
હું કમાઈ, પણ રહી નુકસાનમાં


સામગ્રીને રેટ આપો
લોગિન