STORYMIRROR

Pragna Vashi

Others

4  

Pragna Vashi

Others

સાંભળવી હતી

સાંભળવી હતી

1 min
41.2K


રણ વચાળે રણ વિશેની વાત સાંભળવી હતી
યુધ્ધનાં કારણ વિશેની વાત સાંભળવી હતી

આ નગરનાં લોક લડતાં જાય ને હું મૌન છું
બસ મને હણહણ વિશેની વાત સાંભળવી હતી

સાવ ખાલી થૈ જવું સ્હેલું નથી એ જાણવાં
અધમરી માંગણ વિશેની વાત સાંભળવી હતી

આ હૃદયનો એક કટકો મેં વળાવ્યો એ પછી
પારકી થાપણ વિશેની વાત સાંભળવી હતી

એટલે ખોલીને બેઠી હું ય અલ્મારી જૂની
આજ બસ રણઝણ વિશેની વાત સાંભળવી હતી

તેં જે પેટારે પૂરેલી વારતાનાં અંતમાં
ભૂખની ડાકણ વિશેની વાત સાંભળવી હતી

દંભનાં મ્હોરાં ઉતારી સાચને આગળ કરે
એક એ દર્પણ વિશેની વાત સાંભળવી હતી


Rate this content
Log in