Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

4  

Pragna Vashi

Others

આવી જાય છે

આવી જાય છે

1 min
14.2K


જરીક સત્ય શું કહો કે તાવ આવી જાય છે
ને જૂઠ સામે આગવા બચાવ આવી જાય છે

ભલે વિકટ છે રાહ પણ ભીતર સુધી જશે પછી
તમસને પારનો પરમ પડાવ આવી જાય છે

 તમે જરી જયાં ચાંદ થૈ ને ડોકિયું કરી લીધું
બધાં ય પ્રશ્ર્નનો તરત સુઝાવ આવી જાય છે

જયાં લાગણીનાં સાંથિયા પૂર્યા જરી મેં શ્ર્વાસમાં
ત્યાં જિંદગીનાં રંગનો ઉઠાવ આવી જાય છે

પિયર પધારી દીકરીનું હાસ્ય બીજું કૈં નથી
જરાં પિતાનાં હ્ર્દયે ધરાવ આવી જાય છે

જે ડાળ પ્રેમની હતી,તું એ જ કાપે ત્યાં પછી
હું લાખ વારુ મન છતાં ય રાવ આવી જાય છે

છે પ્રેમ તો એ પ્રેમને સ્વીકારતાં શું થાય છે?
શું પ્રેમ આડે દંભનો ય ભાવ આવી જાય છે


Rate this content
Log in