ભીંતને પણ...
ભીંતને પણ...
1 min
6.9K
ભીંતને પણ કાન છે, સંભળાય છે,
ડાયરીમાં જિંદગી અંકાય છે.
એ જ સામે આવશે તો શું થશે ?
ભાગ્યનાં ફળ ક્યાં કદી બદલાય છે !
કેમ હું પ્હોંચી નથી મારા સુધી,
‘હું’ ને આડે ‘હું’ જ આવી જાય છે !
જે કથન શકમંદ અવતરવાં હતું,
અવતર્યું તો લાખનું લેખાય છે !
કેમ આવું ? સાવ સ્હેલી વાત પણ,
ગામમાં ચર્ચ્યા પછી સમજાય છે ?
હું લખું કે તું લખે કે તે લખે,
પોત રેશમ હોય તો પંકાય છે.