Harshida Dipak

Others


2  

Harshida Dipak

Others


ક્યાં કીધી હતી

ક્યાં કીધી હતી

1 min 7.1K 1 min 7.1K

રાત આખી જાગવાની વાત ક્યાં કીધી હતી ,
આંખથીએ તાગવાની વાત ક્યાં કીધી હતી

જેલના કેદીને પૂછો કોટડી શું ચીજ છે ,
ભીંત ઠેકી ભાગવાની વાત ક્યાં કીધી હતી

સાચ હો કે જૂઠ બોલી વાત એની એ જ છે ,
ત્રાજ્વે લઈ માપવાની વાત ક્યાં કીધી હતી

જે જગાએ આશરો મળતો રહે છે જગતમાં ,
વાત ખોલી વાંચવાની વાત ક્યાં કીધી હતી

હું અને તું એક બનશે તોજ પ્રગટે પૂર્ણતા ,
પૂર્ણતાને માગવાની વાત ક્યાં કીધી હતી


Rate this content
Originality
Flow
Language
Cover Design