Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
શ્યામનો  રંગ
શ્યામનો રંગ
★★★★★

© Harshida Dipak

Others

1 Minutes   14.0K    2


Content Ranking

હું પ્રણયના તાનમાં લયલીન થાતી જાઉં છું,
ને તમારા નામમાં લયલીન થાતી જાઉં છું.

બોલ તારા ગળચટ્ટા,
રણકો પડે કંઈ વ્હાલનો,
વેદનાનાં ગામમાં લયલીન થાતી જાઉંં છું.
હું પ્રણયના તાનમાં...

એક તારો એ ઇશારો,
શાનમાં સમજાવતો,
એ ને એ મુલાકાતમાં લયલીન થાતી જાઉંં છું.
હું પ્રણયના તાનમાં...

સપ્તરંગી ચુંદડી,
છેડે ઘમકતી ઘુઘરી,
એ પ્રણયના ગાનમાં લયલીન થાતી જાઉં છું.
હું પ્રણયના તાનમાં...

ઘોડી દીધી આ જાતને,
તારા મહી તારા મહી,
રંગના ચોગાનમાં લયલીન થાતી જાઉં છું.
હું પ્રણયના તાનમાં...

ગીત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..