Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Others

2  

Harshida Dipak

Others

વાંસલળીનાં સૂર

વાંસલળીનાં સૂર

1 min
7.1K

આંખો એ કંઈ કામણ કિધાંં
મોંઘા મૂલનાં  સપનાં દીધાંં,
શમણે શમણે સાજન જાગે,
અઘખુલ્લા અણદીઠાંને મધમીઠાં
પીધાંં.....
અમાસની અંધાંંરી રાતો
ઝબકી જાણે પરગટ વાતો,
ધકધકતું એ હૈયું બોલે;
મેઘલ રાતે મીઠો નાતો,
દિવસે નજરું મુજને નીરખે
સપને આવી મ્હાલી જાતો,
મીઠાં રસનો ભરી કટોરો
પલકારે બેસીને નાગરનંદ નીરખતાં કિધાં...
આંખો એ કંઈ કામણ કિધાં...
ભરચક કોઈ નદી કિનારે પાળેપાળે,
અજવાળાને ઉછળી ને મેં તેડી લીધું.
મઘમઘતી વાડીમાં જઈ લીલોતરીનાં
ચાસ વચાળે પિયું કાનમાં કીધું,
નખરાળાના લટકામાં હું પગલાંભરતી
વનરાવનમાં રાસ રચાવી અમ્રુતનું જળ પીધું ,
વાંસલળીના સૂર સૂણીને,
કાન્હા સંગે ગીત મજાના ગાઈ લીધાં
આંખો એ કંઈ કામણ કિધાં...

Rate this content
Log in