Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


મેહુલિયો કરતો મીઠાં ચાળા

મેહુલિયો કરતો મીઠાં ચાળા

1 min 7K 1 min 7K

ભર નિંદરમાં મનડું મોહ્યું
ઝબક દઈને ઝબકી જોયું
ધીમી ધીમી ધારે ઓલો મેહુલિયો કરતો મીઠાં ચાળા...
 
ખેતરિયાની પાળો ઝીણી
દાંતરડાની ધારો તીણી
તારલિયાની ભાતો ઝીણી
અડધી રાતે વાતો તીણી
સાજ સજેલી પરી એ જોયું
ભાતિગળ દાલડાંને ખોલ્યું
મતવાલી મસ્તીમાં ઓલો મેહુલિયો કરતો મીઠાં ચાળા...
 
પૂનમની રાતો અજવાળી
કાન્હા સંગે રાધા રૂપાળી
રાસની રમઝટ બોલાવી
રાતો ને કરતાં રઢીયાળી
'તું ' ને ' હું ' નો ભેદ ભુલીને
પૂર્ણકળાનું પડઘમ બોલ્યું
સૂરજના અજવાળે ઓલો મેહુલિયો કરતો મીઠાં ચાળા


Rate this content
Originality
Flow
Language
Cover Design