STORYMIRROR

Aniruddhsinh Zala

Others

4  

Aniruddhsinh Zala

Others

સાચાં શોધો સાગરના મોતી

સાચાં શોધો સાગરના મોતી

1 min
413

પરગ્રહવાસી એવો જીવડો પુરાણો, કેવો જોને આ કેદમાં રે

સાચા શોધો સાગરના મોતી. ધ્રુવ પંક્તિ.

જાવું એને પ્રભુજીના ધામ રે.. હા હા હા..

સાચા શોધો સાગરના મોતી.


મોહ રે માયાનાં કેવા જાળાં રે ગૂંથાણા,

સંતો ભાઈ મરજીવા બની માણો. હા હા હા

સાચા શોધો સાગરના મોતી.


ભીતર સાત ચક્ર સાથે છુપી કુંડલિની દેવી,

ધ્યાન ધરી વિરલા જગાડો..હા હા હા. 

સાચા શોધો સાગરના મોતી.


નાભિ રે કમળમાં જોને ગુંજે છે એકતારો,

હે નાથ મને વહેલા આવી ઉગારો. હા હા હા. 

સાચા શોધો સાગરના મોતી.


બોલે છે આતમરાજા આ દેશ નથી મારો,

સંતો ભાઈ માર્ગ મુક્તિનો બતાવો. હા હા હા,  

સાચા શોધો સાગરના મોતી.


ભટક્યો હું 'રાજ' ઘણું આ ભુવનમાં રે,

ગુરુ મારા માર્ગ હરિનો બતાડો.હા હા હા,

સાચા શોધો સાગરના મોતી.


પરગ્રહવાસી એવો જીવડો પુરાણો,

કેવો જોને આ કેદમાં રે,

સાચા શોધો સાગરના મોતી


Rate this content
Log in