ઇ તો મેહૂલિયો ...
ઇ તો મેહૂલિયો ...
પહેલાં ફોરાંમાં ભીંજાણી
વાતુ વાયુમાં વિંજાણી
ઓલી વાદલડી હરખાણી
પ્રીત્યુ પ્રિતમની પરખાણી
ઇ તો મેહુલીયો...આ તો મેહુલીયો...
કાંઠે કાંઠે વહેતી વહેતી
નજરું બાંધી અમે સમેટી
ઝબકી વિજળી પણ શરમાણી
ઊઁચે આભે જઈ પથરાણી
ઇ તો મેહુલીયો...આ તો મેહુલીયો...
ચમકે પાલવનો ચમકારો
ઘમકે ઘુઘરીનો ઘમકારો
મનમાં મોતીડે રંગાણી
અડધી રાતે ઇ સમજાણી
ઇ તો મેહુલીયો...આ તો મેહુલીયો...
સૂરજ ઉગ્યો આજે વહેલો
આવ્યો તેજ લિસોટો પહેલો
અડધી રાતે હું મુંજાણી
વેણું નાદે હું બંધાણી
ઇ તો મેહુલીયો...આ તો મેહુલીયો