કહે ના કહે આંખ...
કહે ના કહે આંખ...
1 min
6.5K
પૂછે ના પૂછે આંખ તમને પહેલી,
ઘણી શક્યતા પાંપણોમાં રહેલી,
અને બંધ તૂટે અગર જો સફરમાં,
થશે મુક્ત શ્વાસોની બોઝિલ હવેલી.
સફરમાં હતો સાથ દર્દે જિગરનો,
ને એથી મજલ પણ પળેપળ હસેલી.
હશે મૌનનો કોઈ પડઘો જ નક્કી,
નહીં તો આ વાચા બને ના સહેલી.
હતી એક મીરાં, હતી એક રાધા;
બધી ભિન્ન નામે કિસનને વરેલી.
બને ભાવિ ઝળહળ અમાસી નિશામાં,
મળે જેને ‘પ્રજ્ઞા’ ભીતરમાં વસેલી !