Harshida Dipak

Others


2  

Harshida Dipak

Others


પ્રેમ

પ્રેમ

1 min 7.2K 1 min 7.2K

નદી, નાવ, ગુમ છે છતાં હું તરું છું
જીવનમાં વધુ પ્રેમ એમ જ ભરું છું
 
નરસિંહ, કબીરા અને સંત જ્ઞાના
ભીતરમાં જઈને બધું સંઘરું છું
 
નમાજી શબદ છે અને ઓમકારા
બધુ એકરૂપે લયાન્વિત કરું છું
 
બહુ રૂપમસ્તા જીવનની ક્ષણો છે
રહ્યાં ખેલ - નાયક પૂરણ આદરું છું
 
બધા સૂર તારામાં રાધા નિહાળું
સઘળું જીવન શ્યામ-ચરણે ધરું છું


Rate this content
Originality
Flow
Language
Cover Design