Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmik Kotak

Others

3  

Dharmik Kotak

Others

ઘટના છે

ઘટના છે

1 min
13.6K


મારા પર મારા હાથેથી આ વાર થયાની ઘટના છે;
સાયર થઈ જીવ્યો ને કિનારે ખાર થયાની ઘટના છે.

શ્વાસો સઘળા છોડી દઈ પેલે પાર થયાની ઘટના છે;
હા, જાણું છું સાગર તુજને પડકાર થયાની ઘટના છે.

સોબત ગમની અમને શુળીની માફક જે ચુભતી કાલે;
બસ એ ગમ જ આજે જીવન આધાર થયાની ઘટના છે.

જાહેરમાં હસવાના કરતબથી આસું સંઘરી રાખું છું;
જ્યાં સ્હેજ મળી એકલતા ભીની કોર થયાની ઘટના છે.

ગોપાલ અમારી આદત આ અમને લઈ જાશે ક્યા સુધી;
અત્યાર સુધી હું ચાલ્યો એ બેકાર થયાની ઘટના છે.


Rate this content
Log in