STORYMIRROR

Dharmik Kotak

Others

2  

Dharmik Kotak

Others

આંખોનો ચાર્જ

આંખોનો ચાર્જ

1 min
13.4K


ચાર્જ આંખોનો ગઝલ કંઈ એમ સંભાળી રહી,
શબ્દ સારીને એ કાયમ અશ્રુને ખાળી રહી.
 
એક શીતળ જો નજર મારી ઉપર એવી પડી,
રાત આખી એ અમારું કાળજું બાળી રહી.
 
ઓ જખમ તું પણ મને કાં હાથથી એના મળ્યો ??
હર વખત જેની તને યાદો જ પંપાળી રહી.
 
હોય ઈશ્વર જો ખરેખર તો મળી મુજને ગયો,
ગોદમાંની વણ દીઠેલુ સ્વર્ગ દેખાડી રહી.
 
ન્યાય તારી આંખની પટ્ટીને ખોલી જો કદી,
રીત તારા ન્યાયની એથી વધુ કાળી રહી.
 
ફૂલ તું અફસોસ ના કર આ જગતની રીત છે,
મ્હેકતાઓની સદાયે સેજ કાંટાળી રહી.
 
હા હવે "ગોપાલ" એકલતા મહેફિલ થઈ રહી,
દોસ્તો ચાલ્યા ગયા ને હાથ પર તાળી રહી


Rate this content
Log in