લાવ્યો છું
લાવ્યો છું
1 min
27.6K
પરિચય આપવા મારો ગઝલનુ રૂપ લાવ્યો છું,
જખમ ઝાઝા ને હારોહાર થોડી હૂંફ લાવ્યો છુંં.
આ મારી અવદશામાં કોઈના ઉપકાર શું ગણવા?
ફૂલોને લાવવા પાસે આ કંટક હું જ લાવ્યો છું.
તમારી વાત જુદી છે ને મારી વાત જુદી છે,
તમે મંજિલના ભુખ્યા, હું સફરની ભુખ લાવ્યો છું.
બની પથ્થર તું પુજાયો અને ઠેબે ચડ્યો છું હું,
ખતા બસ એટલી મારી કે દિલ નાજુક લાવ્યો છું.
કરો સાવધ હવે આંધીને મારુ આગમન થાશે,
હ્રદયની આગમાં તપતી હજારો ફૂંક લાવ્યો છું.
હવે "ગોપાલ"એ વાટાવદર ક્યાંથી મળે અહીંયાં,
લો આ માથે ચડાવી લો હું એની ધૂળ લાવ્યો છું.
