STORYMIRROR

Dharmik Kotak

Others

3  

Dharmik Kotak

Others

થઈ વધારે

થઈ વધારે

1 min
27.4K


એક ટોળાની વચાળે વાત મારી થઈ વધારે; 
ત્યારથી તો ઓળખાતી જાત મારી થઈ વધારે.

આ જગત કાયમ સીતમના ટાંકણાંથી ટોચતું, 
એ જ કારણથી આ સુંદર ભાત મારી થઈ વધારે.

એમના સહવાસના દિવસની થઈ બસ એ અસર કે
એમના જાતાની સાથે રાત મારી થઈ વધારી.

એક ગુનો એ થયો કે હાથની આશા ધરી મેં,
છે હવે અંજામ એનો લાત મારી થઈ વધારે.

મેં ફકત 'ગોપાલ' મારા દોસ્ત થોડા જો વધાર્યા; 
તો મુસીબત પણ કહે વિસાત મારી થઈ વધારે.


Rate this content
Log in