STORYMIRROR

Dharmik Kotak

Others

3  

Dharmik Kotak

Others

અમાનત કોઈની

અમાનત કોઈની

1 min
13.9K


છે સખાવત કોઈની ને છે બગાવત કોઈની,
જિંદગી કેવળ અમારી છે અમાનત કોઈની.
 
એજ કારણથી જખમ છોડી નથી શકતા મને,
બોલ એળે જાય ક્યાંથી સાચી મહેનત કોઈની??
 
પ્રેમ તો ચાલ્યો ગયો છે ક્યારનો છોડી મને,
પ્રેમના નામે રહી યાદો યથાવત કોઈની.
 
આ ચમનમાં આજ જોઈ એમને એવું થયું,
પીરસે છે કોઈ ત્યાં ને ત્યાં છે દાવત કોઈની.
 
એક માણસ આજ એની ઝૂંપડી બાળી રહ્યો,
જોઈ લીધી લાગે છે એણે ઈમારત કોઈની.
 
આ કલમ, શબ્દો ફકત કંઈ એમ મળતા તો નથી,
ગમ સહેવાની હશે આ કંઈ મહારત કોઈની.
 
એક વૃક્ષ એ શોધી રહ્યું ક્યાં ગયો કલરવ બધો?
એ ઉપર બગડી હશે "ગોપાલ" દાનત કોઈની.


Rate this content
Log in