Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagat Patel

Others

2  

Jagat Patel

Others

રામ નામ

રામ નામ

1 min
6.9K


લાવ ભરને એક પ્યાલો, આંખથી એ જામ ચડશે..
લાગણીઓનો નશો તારે જ કારણ આમ ચડશે...
 
જાણતાં હોવા છતાં હું તો ગુનો કરતો રહું છું..
હોય કર્મોની દિશામાં નર્ક, સ્વર્ગે નામ ચડશે...
 
હમસફર સાથે હવે ક્યાં ચાલવાના આ ભવે તો..
પોત પોતાના હિસાબો માંગશે, જે દામ ચડશે...
 
માફ કરશું બસ અમે, પણ આમ કુદરત ક્યાં મુકે છે..!
જે હશે ચિત્રગુપ્ત કહેશે એ પ્રમાણે કામ ચડશે...
 
આ દિલાસ કામમાં ક્યાં આવશે એના "જગત"માં
લઈ જશે એ ડાઘુ જ્યારે નામ મુખમાં રામ ચડશે.


Rate this content
Log in