Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Babulal Chavda

Others

3  

Babulal Chavda

Others

પણ નિરર્થક,

પણ નિરર્થક,

1 min
14.4K


શર  છે  અહીં  નિરર્થક , સંધાન પણ નિરર્થક,
છે  લક્ષ્ય પણ નિરર્થક ને ધ્યાન પણ નિરર્થક.

પહોંચાડતું  જે  નિદ્રાથી  સ્વપ્નની સ્થિતિમાં,
સમથળ સમાધિ  જેવું એ ભાન પણ નિરર્થક.

જે   રંધ્રમાં    પ્રવેશી    નીકળે  છે    રંધ્રમાંથી,
એ  શબ્દ  સાવ  મિથ્યા એ કાન પણ નિરર્થક.

ઉત્પત્તિ  ને  સ્થિતિમાં લય ક્યાંક છે છુપાયો,
આદિ ય  વ્યર્થ છે  ને  અવસાન પણ નિરર્થક.

પ્રગટે   ન  કોઇ   ઠોકરમાંથી  નવી  દિશા  તો,
અવરોધતું  ગતિ  એ  વ્યવધાન પણ નિરર્થક.


Rate this content
Log in