STORYMIRROR

Babulal Chavda

Others

3  

Babulal Chavda

Others

દાઝ્યા,

દાઝ્યા,

1 min
27.6K


લીલા-લીલા  લયથી દાઝ્યા,
કાચે-કાચી  વયથી દાઝ્યા.

પાંખ  અગનની  પહેરી   જ્યારે,
ઊડવાના આશયથી, દાઝ્યા.

ભીતર   ભડભડ   જલતું  જોયું,
ભીના-ભીના  ભયથી દાઝ્યા.

નખની   સાથે   નસ   પરણાવી,
નમણા   એ  નિશ્ચયથી દાઝ્યા.

શ્રદ્ધાના   ઉત્તુંગ    શિખર   પર,
લહેરાતા  સંશયથી દાઝ્યા.

વૈશ્વાનર   પણ    ગયો   બુઝાઇ,
વૃદ્ધિ   સાથે  ક્ષયથી દાઝ્યા.

'આતુર'  જગમાં હાંસી થઇ ગઇ,
મયકશ  થઇને  મયથી દાઝ્યા!


સામગ્રીને રેટ આપો
લોગિન