લઈને
લઈને
1 min
13.7K
બેઠો વર્ષો બાદ જૂનાં કાગળિયા લઈને,
આવી તારી યાદ ઝીણાં ઝળઝળિયાં લઈને.
રોજ બપોરે હમણાંથી તો વાઈ રહ્યો છે,
ગામ તરફનો વાયુ સઘળા ફળિયા લઈને.
ગરમાળા ને ગુલમ્હોરોની વસ્તી છોડી,
સ્થિર થયો છું આ થોડા બાવળિયા લઈને.
તું જાણે તેં કોના માટે પીપળા પૂજ્યા,
તારે કાજે હું ભટક્યો માદળિયા લઈને.
ગીત-ગઝલને પાછાં ટીંપે-ટીંપે ભરવા,
'આતુર' બેઠો આજે ખાલી ખડિયા લઈને.
