STORYMIRROR

Babulal Chavda

Others

2  

Babulal Chavda

Others

આંખમાં આંખ

આંખમાં આંખ

1 min
13.8K


આંખમાં આંખને પરોવી લે,
નૂર જો હોય તો નિચોવી લે.

એક હૈયાવલોણું ચાલે છે, આવ,
તું પણ જરા વલોવી લે.

રોજ ઇચ્છા વગર વખાણ્યો છે,
આજ મરજી મુજબ વગોવી લે.

તું ય ફેલાવ જાળ માયાની,
જાત મારે ય છે જ ખોવી લે !

આવવું પણ કદી ન તારે  ને,
વાટ મારે હવે ન જોવી લે !


સામગ્રીને રેટ આપો
લોગિન