Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જીવતર ભ્રામક વધારે...
જીવતર ભ્રામક વધારે...
★★★★★

© Pragna Vashi

Others

1 Minutes   13.5K    3


Content Ranking

જીવતર ભ્રામક વધારે, છૂટતું હો તો જરા
છોડીને જોવું એ છૂટે છે કે પછી,

એક એ છે, જે ઉગારે, છૂટતું હો તો જરા
છોડીને જોવું, એ છૂટે છે કે પછી.

આમ તો હું છું પ્રવાસી વિશ્વ સાથે ક્યાં મમત
રાખી શકું ને તે છતાં રાખી મમત,

જોવું છે બસ એ જ મારે, છૂટતું હો તો જરા છોડીને જોવું, એ છૂટે છે કે પછી.

રાગ મેં છેડ્યો નથી મલ્હાર તો યે કેમ આ વરસાદ ભીતર ભીંજવે મુજને સતત,

માણવું છોડી વિચારે! છૂટતું હો તો જરા છોડીને જોવું, એ છૂટે છે કે પછી.

કોઈ મારી ભીતરે હરદમ શ્વસે એથી હુંફાળું જીવતર લાગ્યું નહીં તો સો ટકા,

હું ને પ્રજ્ઞા ‘હું’ જ ભારે, છૂટતું હો તો જરા છોડીને જોવું, એ છૂટે છે કે પછી.

કોઈ વિષમ, કોઈ ભિષણ યાતના હો તો જરા ખમવા હજી મક્કમ બને લોકો ભલાં,

તરફડે મુઠ્ઠી જુવારે! છૂટતું હો તો જરા છોડીને જોવું, એ છૂટે છે કે પછી.

પ્રવાસી વિશ્વ ભ્રામક

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..