Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagat Patel

Others

3  

Jagat Patel

Others

અભિલાષા..

અભિલાષા..

1 min
14.1K


અભિલાષા..
 
છોડમાં રણછોડ ને ભાળે ભલી એવી નજર ક્યાં?
મૂર્તિમાં માધવ વસેલો છે મને એની ખબર ક્યાં?
 
જેમ વસ્ત્રોમાં શરીર હો એમ છું હું આ જગતમાં..
હર હ્રદયે બેઠો છે ઇશ્વર આ સમજ કેરો ઉત્તર ક્યાં..!
 
સૌ કહે છે પણ કરે છે કોણ, મતલબી દુનિયામાં...
ઝેર પીનારા મળ્યા, પીનાર સૌ ભોળા શંકર ક્યાં..!
 
પાર્થ ભૂલે રાહ ને, હેઠે મુકે એ તીર કામઠુ..
ઊઠ ઊભોથા કહે, એ કૃષ્ણ જેવા રાહબર ક્યાં..!
 
માગવા પડશે ખુમારીના હિસાબો બાગ પાસે..!
આ વિચારોની સુવાસ ભરે અહિં એવા અત્તર ક્યાં..!
 
પાળિયા જેવા બની હર કોઈ ચાહે છે પુજાવા...
આ "જગત" પણ યાદ કરવા ચાહશે, એવી કબર ક્યાં..!.jn
 
 

 

 

 


Rate this content
Log in