Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ઊભાં રો ! રંગ વાદળી
ઊભાં રો ! રંગ વાદળી
★★★★★

© Zaverchand Meghani

Others

1 Minutes   126    4


Content Ranking

(ઢાળ : સોના ઈંઢોણી રૂપા બેડલું રે, નાગર ! ઉભા રો' રંગ રસિયા)

લીલા છે મોર, કાળી વાદળી રે એક વાર ઊભાં રો, રંગ વાદળી !

વરસ્યા વિણ શાને વહ્યાં જાવ રે ? એક વાર ઊભાં રો, રંગ વાદળી !

ઝૂરે બપૈયા; ઝૂરે ઝાડવાં રે, -એક વાર૦

તરસ્યાં નદીયું તે કેરાં તીર રે, -એક વાર૦

ઝાઝા દા’ડાના દીધા વાયદા રે -એક વાર૦

બેઠાં આશાએ બાર માસ રે, -એક વાર૦

ઊંચા આકાશની અટારીએ રે -એક વાર૦

ઊભાં શાને વિખેરી વેણ્ય રે -એક વાર૦

ઓઢી છે ઈન્દ્ર-ધનુ ઓઢણી રે, -એક વાર૦

મેલ્યા બે છેડલા ઢળંત રે, -એક વાર૦

આષાઢી બીજની આડ્યો કરી રે, -એક વાર૦

તારાની ટીલડી લલાટ રે, -એક વાર૦

કાંડે તે વીજ કેરી કાંકણી રે, -એક વાર૦

વાદળ-ગંગાનો ગળે હાર રે, -એક વાર૦

લાંબા તે કાળની વિજોગણી રે, -એક વાર૦

કાઢો છો કેને કાજ દોટ રે -એક વાર૦

જળ રે દેવીની તમે દીકરી રે, -એક વાર૦

દાદા રૂડા તે રવિ ભાણ રે -એક વાર૦

જનનીની પ્રીત ક્યમ વીસર્યાં રે -એક વાર૦

દાદાના તાપ શે સે’વાય રે? -એક વાર૦

આવો, આકાશની અધીશ્વરી રે, -એક વાર૦

પૃથ્વીનાં પંખીડાં પોકારે રે, -એક વાર૦

ટાંપી ટાંપીને મોર ટૌકીયા રે -એક વાર૦

આવો અમીની ભરેલ બ્હેન રે -એક વાર૦

વરસાદ વાદળી આકાશ કાવ્ય

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..