Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ૐકાર કર
ૐકાર કર
★★★★★

© Pragna Vashi

Others

1 Minutes   13.6K    6


Content Ranking

પીઠ પાછળ એમ તું ના વાર કર,
સામસામે આવીને પડકાર કર.

જિંદગીમાં આયનાનું બિંબ તું,
જેવું છે બસ એ રૂપે સ્વીકાર કર.

ટીલે ટપકે તું અગર થાકી ગયો,
ભીતરે બસ એકલો ૐકાર કર.

જ્યાં ઊભો એ છાંયડો છે વૃક્ષનો,
કેમ તું કરવત બન્યો, વિચાર કર.

ઝાકળે સૂરજને બસ, પૂછી લીધું :
તું શું જીવન પોષે છે ? પુરવાર કર.

દેવ–દાનવ બેઉ ભીતર છે છતાં,
માનવી થઈ જીવવા નિર્ધાર કર.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..