Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Babulal Chavda

Others

3  

Babulal Chavda

Others

આપણી વચ્ચે,

આપણી વચ્ચે,

1 min
14K


ઊભા છે  એમ   કંઇ  મૂંગા  સવાલો આપણી વચ્ચે,
ચણી  છે    કોઇએ    જાણે  દીવાલો આપણી વચ્ચે.

નિરંતર    જાય છે   વધતું   જ  અંતર  બેઉ   છેડાનું,
સમય  ઠેબે   ચડ્યો છે   સાવ  ઠાલો આપણી વચ્ચે.

હવે 'મળવું'નો એક  જ અર્થ 'બળવું' આપણા માટે,
હવે મીણબત્તીઓ થઇ ગઇ મશાલો આપણી વચ્ચે.

નથી    સંપર્કના    સેતુ    સમું   કંઇ   રાખવાનું   તો,
કરે છે    આવ-જા   શાની   ટપાલો આપણી વચ્ચે?

પ્રતીક્ષાના   પડાવે   ક્યાં  સુધી  રોકાઇશું  'આતુર'?
પડ્યો   પથરાઇને   કોનો   રસાલો આપણી વચ્ચે?


Rate this content
Log in