STORYMIRROR

Shanti bamaniya

Others

4  

Shanti bamaniya

Others

ઓનલાઈન શોર

ઓનલાઈન શોર

1 min
251

ન જાને જિંદગીનો કેવો દોર છે,

માનવી મૌન છે ને ઓનલાઈન શોર છે,


ઘરની અંદર બધા જુદા જુદા છે ને,

કલ્પનાની દુનિયામાં બધા જ ભેગા છે,


ના હોઠો પર હસી ન આંખોમાં નમી ને,

ઈમોજીમાં અહીં બધા હસે ને રડે છે,


ઇન્ટરનેટનો ચક્રવ્યૂહ કેવો ગજબ છે,

ના સંબંધોની કે ના ઊંઘની પડી છે,


અહીં તો રોજ જીવનમાં દગા છે,

લાગણીઓ પણ હવે ડિજિટલ થઈ છે,


જિંદગીની ભીડમાં બધા જ અજાણ છે ને,

અજાણ ને મળવા બધા જ ઓનલાઈન છે.


Rate this content
Log in