Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વરસાદી વાયરાની વાછંટે
વરસાદી વાયરાની વાછંટે
★★★★★

© Harshida Dipak

Others

1 Minutes   13.4K    5


Content Ranking

ઓણુકા વરસાદી વાયરાની વાછંટે,
એવી ભીંજાણી, એવી ભીંજાણી કે -
રોમ રોમ લાગી ગઈ લા'ય
 
સૂતેલી આશાઓ વેંત વેંત ઉછળીને,
એવી તો ઝબકી, એવી તો ઝબકી કે -
કણકણમાં વાયરાઓ વા'ય
 
જાણે ભીતરમાં ઝરમર વરસાદ
 
અલપ - ઝલપ, આગળ - પાછળ
નદીયું જાણે વહેતી,
ખળખળ - ખળખળ, વહેતી - વહેતી
ધીમી વાતું કહેતી,
 
સાતેય રંગોની ઝાંય એમ ઉઘડી ને,
એવી તો ઝળકી, એવી તો ઝળકી કે -
રણઝણતી લાગી કંઈ ઝાંય
 
જાણે ભીતરમાં ઝરમર વરસાદ
 
છબક - છબક, ચટક - ચટક, ચંચલ કાયા ચાલે,
ધબક - ધબક, લટક - મટક, દલડું ધીમું હાલે,
 
શ્યામ તારી મોરલીનો નાદ મીઠો સાંભળીને,
એવી તો થરકી, એવી તો થરકી કે --
ગીતોમાં મઘમઘ થવાય
 
જાણે ભીતરમાં ઝરમર વરસાદ

Rain

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..