ઝાકળની હેલી
ઝાકળની હેલી
1 min
6.8K
પરભાતે પથરાણી ઝાકળની હેલીને
ઝાકળની બુંદ બની ડાળપર
ચમકે છે મોતીડું માનમાં…
આભલેથી તારલાની જ્યોત
ઝીણી ચમકે ને ચમકીને
ઝબકે છે મોતીડું માનમાં…
નાનકડી કેડી પર કુંણેરું ઘાસ – ઘાસ;
ધરતીપર જાણે કે એનો છે વાસ – વાસ,
જાણે કે સૂકી તે ડાળખીને કાંટા
દેખાય તો યે મીઠેરું
મરકે છે મોતીડું માનમાં…
ભીતરથી ભીની ને દરવાજો બંધ – બંધ;
બારણું ખુલે તો ખીલે નાનકડું ફુલ – ફુલ,
ખીલવાને થાતું ઉતાવળું ને એય,
હરખુડું મલકે છે મોતીડું માનમાં…