પડે છે
પડે છે
1 min
6.7K
ખેલ ખાંડાના અહીં ખેલવા પડે છે
ઘા દુશ્મન ના પણ જેલવા પડે છે
પુજાવુ કાંઈ સહેલુ નથી જગતના ચોકમા
માથા ઉતારીને અહીં મેલવા પડે છે
એમજ નથી થઈ જતી ક્યાંઈ સતી
સેથીના સિંદૂર પણ અહીં રેડવા પડે છે.
રાખવી પડે છે તાકાત આપણા જ કાંડામા
બરછી ભાલા તલવાર પણ ક્યારેક મેલવા પડે છે
નથી ચડતા સિદુર નમણી નારના હાથે એમ કઈ
માથા આપી મેદાનમા એને પાણામા ખોડવા પડે છે
સુરવીરની જ વાતો થતી રહે છે જગમા
બાકી માઇકાંગલાને તો ખભે તેડવા પડે છે