Nitin Prajapati

Others


2  

Nitin Prajapati

Others


બા...! ઓ મારી બા...!

બા...! ઓ મારી બા...!

1 min 1.3K 1 min 1.3K

બા...! ઓ મારી બા...!
બારી મને તારી વ્હાલી,
વરસતી રોજ હેતની પ્યાલી-પ્યાલી...(1)

બા...! ઓ મારી બા...!
કંઠેથી તારા વહેતી કૂક ન્યારી,
હાલરડામાં ગાતી કેવું કાલી-કાલી...(2)

બા...! ઓ મારી બા...!
પાલવથી લુછતી મારી લાલી,
સ્નેહથી થાતી તું કેવી ઘેલી-ઘેલી...(3)

બા...! ઓ મારી બા...!
ડગલીએ-પગલીએ મને ઝાલી,
ઓવારણા કેવા લેતી દોડી-દોડી...(4)

બા...! ઓ મારી બા...!
જતન કર્યુ જાતથી ઝીણું,
રોપ્યા બીજ,ડાળીઓ ફૂલી-ફાલી...(5)

બા...! ઓ મારી બા...!
બારી મને તારી વ્હાલી,
વરસતી રોજ હેતની પ્યાલી-પ્યાલી...(6)

 


Rate this content
Originality
Flow
Language
Cover Design