STORYMIRROR

Nitin Prajapati

Others

2  

Nitin Prajapati

Others

છલકાય કવિતા

છલકાય કવિતા

1 min
13.3K


વહેલી સવારમાં
આેસ બિંદુએ ખીલે સૂરજ
ને ભીતરે છલકાય કવિતા

ભીની-ભીની
માટીની મહેકમાં ગહેકું હું
ને ભીતરે મરડાય કવિતા

દોટ મુકીને
જાવ જયાં નદી કિનારે
ને ભીતરે તરડાય કવિતા

આમ્રવૃક્ષમાં
કૂહુ-કૂહુ ટહૂકે કોયલ
ને ભીતરે પડઘાય કવિતા

ખીલતી યુવાની
જોવ હું લહેરાતી ચૂંદડીમાં
ને ભીતરે વળખાય કવિતા

આમ-તેમ ખુદને
ખોલી અંતરમાં વિકસું
ને ભીતરે પરખાય કવિતા


Rate this content
Log in